‘બિગ બોસ સીઝન-12’માં 15 સ્પર્ધકોને પછાડી દીપકે લીધી ટોપ 3માં એન્ટ્રી, પછી કર્યું કાઈંક આવું

January 1, 2019 at 8:56 pm


બોલીવુડના સુપરસ્ટાર સલમાનના ખાનના શો બિગ બોસ સીઝન 12માં દીપિકા કક્કડે બાજી મારી હતી. વિનરની રેસમાં શ્રીસંત, દીપિકા અને દીપક હતા. પરંતુ દીપકે પ્રાઇઝ મની લઈને શો છોડવાનો ફેંસલો લીધો હતો. શોમાંથી બહાર થયા બાદ દીપકે તેના ફેંસલાનું કારણ જણાવ્યું હતું.

દીપકે કહ્યું કે, અંતિમ તબક્કામાં મારો મુકાબલો શ્રીસંત અને દીપિકા સાથે હતો. આ બંને લોકોએ તેમના કામના કારણે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી હોવાની મને ખબર હતી. આ કારણે મને લાગ્યું કે મારા જીતવાનો ચાન્સ બહુ ઓછો છે. આ બંને લોકો મારા કરતા વધારે પાવરફૂલ હોવાની મને ખબર હતી.

વાત માત્ર મારી હોત તો હું રૂપિયાની પસંદગી ન કરતા. પરંતુ હું જાણતો હતો કે મારા પરિવારની હાલત ઠીક નથી અને મારે રૂપિયાની જરૂર હતી. પરિવારની જવાબદારી પણ હતી. તેથી રૂપિયા લઈને શો છોડવાનો ફેંસલો યોગ્ય લાગ્યો. બિહારના નાના ગામથી આ શો સુધી પહોંચવાની દીપકની સફળ સરળ નહોતી. દીપકે 15 સ્પર્ધકોને પછાડીને શોના ટોપ 3 સ્પર્ધકોમાં જગ્યા બનાવી હતી. ઘરમાં રહેવા દરમિયાન તેણે સારી રમત દર્શાવી હતી અને આ વાતની પ્રશસાં ખુદ સલમાને પણ કરી હતી.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *