બિગ બોસ–૧૧: સલમાન ખાન વિરૂધ્ધ ઝુબૈરે કર્યેા કેસ

October 9, 2017 at 5:57 pm


બિગ બોસમાં વીકેંડ કા વાર પર ઘરમાં જબરદસ્ત ડ્રામા સર્જાયો હતો. સલમાન ખાને ઝુબૈરને તેના બિહેવિયર માટે ખરી–ખરી સંભળાવી દીધી તો ઝુબૈરને આ વાત એટલી બધી લાગી આવી કે તેણે કથિતપણે ઐંઘની દવા ખાઈ લીધી હતી. જે કારણે તેમને હોસ્પિટલ લઈ જવા પડા હતા. ત્યારબાદ જનતાના વોટમાં તેઓ શોથી બહાર થઈ ગયા હતા. પરંતુ સલમાનની શીખામણે હવે તેને ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે.

કારણકે ઝુબૈરે સલમાન વિદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. ઝુબૈર ખાને ફરિયાદમાં સલમાને તેને ધમકાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ઝુબૈરે આરોપ લગાવ્યો છે કે સલમાને તેને કહ્યું છે કે, તને ઈંડસ્ટ્રીમાં કામ નહીં કરવા દઉં. તને મારીશ. ઝુબૈરે મુંબઈના એંટોપ હિલ પોલીસ સ્ટેશનમાં આ રિપોર્ટ નોંધાવી હતી. આ રીતે બિગ બોસના ઘરમાં ચાલતો ડ્રામા હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આમપણ બિગ બોસ–૧૧ના પહેલા દિવસથી જ ઘરમાં હાહાકાર મચેલો છે. અર્શી ખાન અને ઝુબૈર ખાન વચ્ચે થયેલા ઝઘડામાં ઝુબૈર ખાન દ્રારા યુઝ કરાયેલા શબ્દોથી સલમાન નારાજ હતો. તેમણે શનિવારે ઝુબૈરને કહ્યું હતું કે, તુઝે કુત્તા ન બના દિયા તો મેરા નામ નહીં. એ પણ જોવું રહ્યું કે ઝુબૈર ખાનને ખરેખર લાગી આવ્યું છે કે તે માત્ર લોકપ્રિયતા હાંસલ કરવા માટે આવું કરી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL