બિગ બોસ 11: બંદગીએ જણાવ્યું કે પુનીશ સાથેનો પ્રેમ સાચો હતો કે ખોટો?

December 5, 2017 at 5:29 pm


બંદગી કાલરા હવે બિગ બોસની બહાર આવી ગઈ છે. બહાર આવ્યા બાદ પુનીશ સાથેના સંબંધ અંગે વાત કરી હતી. બંદગીએ જણાવ્યું કે પુનીશ અને મારો સંબંધ ગેમ માટે નહીં પરંતુ અમે એક બીજાને ખુબ પ્રેમ કરીએ છીએ. તેણે એવું પણ કહ્યું કે ઘણી વખત અમે ભૂલી જતા હતા કે અમે એક ગેમમાં છીએ. બંદગીએ પોતાના એક્સ બોયફ્રેન્ડ ડેનિસ નાગપાલ અંગે જણાવ્યું હતું કે તેણે ઘરમાં એન્ટ્રી લેતાની સાથે જ તેની સાથે બ્રેક અપ કરી લીધું હતું. ઘરની અંદર પુનીશ સાથે જે રિલેશનશિપ છે તે ઘરની બહાર પણ રહેશે.
પુનીશ અને મારી વચ્ચે ઘરની અંદર જે કંઈ પણ થયું તેનો મને કોઈ અફસોસ નથી. હું પુનીશની વધારે સમય રાહ જોઈશ કેમ કે હું ઈચ્છું છું કે તે વિજેતાની ટ્રોફી લઈને બહાર આવે. ઘરમાં અમે ગણી વખત મસ્તીમાં કહેતા હતા કે આપણે બ્રેક અપ કરી લઈએ. અમે ઘરવાળાઓની પ્રતિક્રિયા જોવા માંગતા હતા. હું શા માટે તેની સાથે બ્રેકઅપ કરું? હું તેને સાચો પ્રેમ કરું છું.

print

Comments

comments

VOTING POLL