બિટકોઈનની બબાલને પગલે રિલાયન્સ લોન્ચ કરશે ‘જિયોકોઈન’

January 12, 2018 at 11:31 am


બીટકોઈનને લઈને દેશભરમાં જબરી ચર્ચા જાગી છે અને હવે તો સરકાર પણ તેમાં સક્રિય થઈ છે. બીટકોઈનની સામે સરકારની લાલ આખં થઈ છે અને તેનું મૂલ્ય પણ હવે ઘટી ગયું છે ત્યારે રિલાયન્સવાળા આ ફિલ્ડમાં ઝંપલાવવા માગે છે અને મુકેશ અંબાણીનું ગ્રુપ ખુદ પોતાની જિયો કોઈન નામની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવાની યોજના ઘડી રહ્યું છે.
રિલાયન્સની યોજના એવી છે કે મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અંબાણી આ સમગ્ર પ્રોજેકટને હેન્ડલ કરશે. ૫૦ સભ્યોની ટીમ બનાવવામાં આવશે. બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી બનાવવા માટે બ્લોક ચેઈન ટેકનોલોજીની વ્યવસ્થા થશે અને તે મુજબ કામ આગળ ચાલશે. ટેલિકોમ સેકટરમાં ફ્રી ઓફરો દ્રારા ભયંકર સ્પર્ધા જગાવી દેનાર રિલાયન્સ હવે ક્રિપ્ટો કરન્સીમાં પણ ખાબકે છે અને પોતાની જિયોકોઈન નામની આ કરન્સી શરૂ કરવા માગે છે.
આ પ્રોજેકટને જિયોકોઈન પ્રોજેકટ નામ અપાશે. આ માટે કંપની ૫૦ જેટલા યગં પ્રોફેશ્નલોને કામે લગાડશે. આકાશ અંબાણી એમનું નેતૃત્વ કરશે. અલગ અલગ બ્લોક ચેઈન પ્રોડકટો પર આ ટીમ કામ કરશે. બ્લોક ચેઈન એટલે એક ડિઝિટલ લેસર હોય છે જે ડેટાસ્ટોરિંગ માટે કામ કરે છે અને ફાયનાન્શીયલ વ્યવહારો પણ થાય છે અને તેની કોપી થઈ શકતી નથી. જો કે બીજી બાજુ જોઈએ તો ભારત સરકારે ક્રિપ્ટો કરન્સીઓ સામે લાલઆખં કરી છે અને લોકોને ચેતવણી પણ આપી છે કે તેનાથી દૂર રહેવું. જો કે વચ્ર્યુઅલ કરન્સીમાં જોખમ ઓછું રહે છે અને તેમાં નાણાકીય ગોલમાલ કે હેરાફેરી થઈ શકતી નથી. ગત ૨ જાન્યુઆરીએ નાણામંત્રી જેટલીએ રાયસભામાં કહ્યું હતું કે સરકાર આ ઈશ્યુ પર ગંભીરતાથી હજુ અભ્યાસ કરી રહી છે. બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીઓ અત્યારે સરકારના સ્કેનર હેઠળ છે ત્યારે જિયોકોઈન માર્કેટમાં આવ્યા બાદ સરકારનું વલણ કેવું રહે છે તે જોવાનું રહેશે.

print

Comments

comments

VOTING POLL