બિરલા-સહારા ડાયરીઝ કેસમાં તપાસની માંગ ઠુકરાવતી સુપ્રીમ: આધારભૂત પુરાવા ન હોવા પર કેસ રદ્દ

January 11, 2017 at 4:25 pm


સુપ્રીમ કોર્ટ દ્વારા રાજકીય રીતે સંવેદનશીલ સહારા-બિરલા ડાયરીઝ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં સુપ્રીમે મહત્વપૂર્ણ નિર્ણય કરતા કહ્યું છે એ કેસ પાયાવિહોણો છે અને તેની તપાસ નહીં થાય. સુપ્રીમે અરજીકર્તા પ્રશાંત ભૂષણની અરજી રદ્દ કરી છે અને તપાસની માંગને ઠુકરાવી દીધી છે.

આ કેસમાં રાજનેતાઓને લાંચ આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. અરજદાર પ્રશાંત ભૂષણે તમામ એન્ટ્રીઝની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં બનેલી SIT દ્વારા તપાસની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારે દલીલ આપી હતી કે, આ પ્રકારના સામાન્ય કાગળના આધારે તપાસ કરવામાં આવે તો અંધાધૂંધી ફેલાઈ જશે. 1990ના દાયકાની બહુચર્ચિત જૈન ડાયરીઝ સાથે આ પ્રકરણની સરખામણી કરવામાં આવે છે.

એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આ કોર્પોરેટ સમૂહોએ તત્કાલીન મુખ્યમંત્રી સાથે કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો કર્યા હોય તેના કોઈ પુરાવા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો આવા કાગળોને કાયદાકીય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે તો દેશમાં કોઈ સુરક્ષિત નહીં રહે. જો કે પેહલા જ સુપ્રીમે કહ્યું હતું તેઓ સેટલમેન્ટ કમિશન ઓર્ડરની સત્યનિષ્ઠતા પાર સવાલ નથી ઉઠાવી રહ્યા પરંતુ આવી ડાયરીની સત્યતા ચકાસી રહ્યા છે. બાદમાં કોઈ આધારભૂત પુરાવા ન હોવાને કારણે સુપ્રીમે તપાસની માંગને ઠુકરાવી દીધી છે.

print

Comments

comments

VOTING POLL