બિલ્ડર્સમાં દેકારા કરાવતો ‘રેરા’: રાજ્યભરમાં નવા રજિસ્ટ્રેશન બંધ

August 28, 2018 at 5:25 pm


ભારત સરકાર દ્વારા તા.1-5-2017થી દેશભરમાં બાંધકામનું નિયમન કરવા માટે તેમજ બિલ્ડર્સ અને ગ્રાહક વચ્ચેના સંબંધો પણ સંપૂર્ણ પણે કાયદાને આધીન રહે અને કોઈ વિસંગતતાઆે ઉપસ્થિત થાય તો ગ્રાહકોને રક્ષણ મળી રહે તેવા હેતુથી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી આેથોરિટી (રેરા)ની રચના કરવામાં આવી છે. મહદ્ અંશે ગ્રાહકલક્ષી એવા ‘રેરા’ એક્ટની અમલવારી શરૂ થયા બાદ તબક્કાવાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં રહેલી ક્ષતિઆે સામે આવવા લાગી છે. દરમિયાન છેલ્લા એક મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરમાં નવા રજિસ્ટ્રેશન બંધ થઈ જતાં બિલ્ડર્સમાં ભારે દેકારો બોલી ગયો છે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રેરાના અમલના પ્રારંભે કોઈ પણ પ્રાેજેક્ટની મંજૂરી માટે આેનલાઈન એપ્લીકેશન કરવાની રહેતી હતી અને આેનલાઈન માહિતીઆે રજૂ કર્યા બાદ ટેમ્પરરી રજિસ્ટ્રેશન આપી દેવામાં આવતું હતું
મહત્ત્વપૂર્ણ છે કે બિલ્ડર કે ડેવલપર દ્વારા પ્રાેજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા બાદ જ અને તેનો રજિસ્ટ્રેશન નંબર મળ્યા બાદ જ પ્રાેજેકટની જાહેરાત કરવી કે વેચાણ કરવું સહિતની પ્રક્રિયા કરી શકાતી હતી પરંતુ છેલ્લા એક મહિનાથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર પ્રક્રિયા સેન્ટ્રલાઈઝડ કરી નાખવામાં આવતાં તમામ રજિસ્ટ્રેશન ફક્ત ગાંધીનગર ખાતેથી જ થઈ શકે છે જેના લીધે લાંબી પ્રક્રિયા અનુસરવી પડે છે. ટેમ્પરરી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ થઈ જતાં બિલ્ડર લોબીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાે છે. તમામ દસ્તાવેજો રજૂ થાય અને તેનું વેરિફીકેશન રજૂ થાય ત્યારબાદ જ આગળની કાર્યવાહી થઈ શકે છે. હાલના તબક્કે 91 જેટલા પ્રાેજેક્ટ વેરિફીકેશનમાં હોવાનું જાણવા મળે છે. એકંદરે છેલ્લા એક મહિનાથી એક પણ નવું રજિસ્ટ્રેશન રેરા હેઠળ થઈ શક્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રેરા આેથોરિટી તરીકે સિનિયર આઈએએસ અમરજીતસિંઘ અને મેમ્બર તરીકે રિટાયર્ડ આઈએએસ ડો.દિનેશ એચ.બ્રûભટ્ટ અને પ્રહલાદ પટેલની નિમણૂક કરાયા બાદ સમગ્ર પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ કરી નાખવામાં આવી છે અને તમામ પ્રક્રિયાઆેના અંતે તેની મંજૂરી ગાંધીનગરથી જ મળે અને ટેમ્પરરી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ બંધ કરી દેવાઈ છે જેની સીધી અસર બાંધકામ ઉદ્યાેગના વિકાસ પર પડી રહી છે.

રેરા કોર્ટમાં ત્રણ દિવસમાં ૩૩ કેસનો નિકાલ
ગાંધીનગર ખાતે કાર્યરત રેરા કચેરીમાં આવેલી રેરા કોર્ટમાં છેલ્લા ત્રણ દિવસમાં ૩૩ કેસોનું હિયરિંગ થયાનું જાણવા મળે છે જેમાં પરમ દિવસે ૮ કેસ, ગઈકાલે ૨૦ કેસ અને આજે ૫ કેસનો નિકાલ થયો હતો. આગામી દિવસોમાં અન્ય પેન્ડીંગ કેસોનો ઝડપી નિકાલ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું

પરીક્ષામાં ઠોઠ નિશાળીયા કરે તેવી બિલ્ડરોની હરકત: પ્રોજેકટની સાથે બિલ્ડિંગના બદલે ગણપતિ અને ઘોડાના ફોટા મુકયા !!
સામાન્ય રીતે શિક્ષણમાં નબળા હોય તેવા વિધાર્થીઓ મતલબ કે ઠોઠ નિશાળીયાઓ પરીક્ષાના પ્રશ્નપત્રના જવાબો આવડતાં ન હોય તો તેમાં ફિલ્મની સ્ટોરીઓ કે વાર્તાઓ વિગેરે લખીને આવતાં રહે છે. દરમિયાન આવી જ કંઈક હરકત રેરા આવ્યા બાદ અમુક બિલ્ડર્સે પણ કરી છે. રેરા એપ્લીકેશનની સાથે પ્રોજેકટના ફોટા મુકવાના હોય છે પરંતુ તેના બદલે ગણપતિના બદલે તેમજ ઘોડાના ફોટા મુકી દેવામાં આવ્યા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળે છે. આ પ્રકારના ફોટા જોઈને અધિકારીઓ દગં રહી ગયા હતા.

રેરા રજિસ્ટ્રેશન નંબર વાંચી ન શકાય તે રીતે લખતાં બિલ્ડર્સ પર બાજનજર
રેરા એકટ અનુસાર પ્રોજેકટની દરેક જાહેરાત, બ્રોશર સહિતના જે જે સ્થળોએ પ્રોજેકટનો પ્રચાર–પ્રસાર કરવામાં આવે ત્યાં ત્યાં તેમજ અન્ય દસ્તાવેજોમાં પણ પ્રોજેકટના રેરા રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ્ર વાંચી શકાય તે રીતે મોટા અક્ષરોમાં ઉલ્લેખ કરવાનો હોય છે પરંતુ અનેક બિલ્ડર્સ રેરા રજિસ્ટ્રેશન નંબર વાંચી ન શકાય તે રીતે તેમજ આડો, ઉભો કે ઝીણો તેમજ સ્પષ્ટ્ર રીતે ખ્યાલ ન આવે તેવી રીતે લખવા લાગ્યા હોવાની બાબત રેરાના ધ્યાન પર આવતાં આવી હરકતો કરતાં બિલ્ડર્સ પર રેરા ઓથોરિટી દ્રારા બાજનજર રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સ્પષ્ટ્ર રીતે અને વાંચી ન શકાય તે રીતે પ્રોજેકટનો રેરા રજિસ્ટ્રેશન નંબર લખવો તે પણ દંડનીય બાબત છે તે ઉલ્લેખનીય છે

એક સાહમાં તમામ પ્રશ્નો ઉકેલાઈ જવાની સંભાવના: સૂત્રો
રાજકોટ સહિત રાયભરમાં છેલ્લા એક મહિનાથી રેરા હેઠળ નવા પ્રોજેકટના રજિસ્ટ્રેશન બધં થઈ ગયા હોય બિલ્ડર લોબીમાં દેકારો બોલી ગયો છે. દરમિયાન આ અંગે ‘આજકાલ’ને વિશ્ર્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર એક સાહમાં તમામ પ્રશ્નો ઉકેલાઈ જનાર છે અને પદ્ધતિમાં જરૂરી ફેરફારો કરી વહીવટી પ્રક્રિયા તેમજ કામગીરી ઝડપી બને તે દિશામાં નિર્ણયો લેવામાં આવનાર છે.

print

Comments

comments

VOTING POLL