બિલ ગેટસને પછાડી જેફ બેઝોસ સૌથી વધુ ધનાઢય

July 28, 2017 at 11:27 am


માઈક્રોસોફટના સહસ્થાપક બિલ ગેટસને પાછળ રાખીને એમેઝોનના સ્થાપક અને ચીફ એક્ઝિકયુટીવ જેફ બેઝોસ વિશ્ર્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. એમેઝોન ડોટ કોમના શેરના ભાવમાં એક ટકાની વૃધ્ધિ સાથે તેઓ વિશ્ર્વમાં સૌથી અમીર બન્યા છે. તેમ ફોર્બ્સની યાદી જણાવે છે. બેઝોસની સંપતી 90.6 અબજ ડોલર છે. જ્યારે ગેટસની સંપતી 90 અબજ ડોલર છે. છેલ્લા એક વર્ષમાં એમેઝોનનો શેર 40 ટકાથી વધારે કરતા બેઝોસની સંપત્તિમાં કમસેકમ કાગળ પર નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ગુવારે તેના શેરમાં 1063 ડોલરના ભાવે સોદા પડતા હતાં. એપ્રિલના સિક્યોરિટીઝ રેગ્યુલેટર સમક્ષ કરેલા ફાઈલીંગ મુજબ બેઝોસ એમેઝોનના 8.1 કરોડ શેરો ધરાવે છે, જેના આધારે કંપ્નીમાં તેમનો હિસ્સો 17 ટકા થાય છે. ફોર્બ્સ તેમાં અન્ય રોકાણનું મુલ્ય પણ સામેલ કરે છે. તેમાં વોશિંગ્ટન પોસ્ટની અને રોકેટ કંપ્ની બ્લુ ઓરીજીનની માલિકીનો પણ સમાવેશ થાય છે.

print

Comments

comments

VOTING POLL