બિહારમાં યુવકની હત્યા બાદ ટોળાંએ યુવતીને નિર્વસ્ત્ર ફેરવી

August 21, 2018 at 1:46 pm


બિહારના ભોજપુર જિલ્લાના બિહિયામાં એક વિદ્યાર્થીની હત્યા કરીને તેની લાશને રેલવે ટ્રેક પર ફેંકવાની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ પણ કરી હતી. બિહિયા નગરના રેડ લાઈટ વિસ્તારની દુકાનોમાં લોકોના ટોળાંએ લૂંટફાટ અને તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી.
મૃતક યુવકની હત્યામાં સામેલ હોવાની શંકાના આધારે બેકાબૂ બનેલા ટોળાંએ એક યુવતીનાં કપડાં ફાડી નાંખ્યાં હતાં અને તેને નિર્વસ્ત્ર કરી આખા બજારમાં ફેરવી હતી. બેકાબૂ બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિ»ગ કરવાની ફરજ પડી હતી. આ ચાેંકાવનારી ઘટના બાદ બિહિયા એસએચઆે, એક એસઆઈ અને પાંચ અન્ય પોલીસ કર્મચારીઆેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
માનવતાને શર્મસાર કરનારી આ ઘટનામાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતાં પટણા ક્ષેત્રના આઈજી નૈèયર હસનૈન ખાંએ કડક પગલાં ભરીને બિહિયાના એસએચઆે સહિતના આઠ પોલીસકર્મીઆેને દોષી ઠેરવ્યા હતા અને આ તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જિલ્લાના એસપીએ તમામ દોષી લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા છે. બિહિયાના એસએચઆે વિરુÙ વિભાગીય કાર્યવાહી પણ શરુ થઈ ગઈ છે. આ ધૃણાસ્પદ ઘટના 20 આેગસ્ટની હોવાનું કહેવાય છે.
ભોજપુરના બિહિયામાં સોમવારે સવારે એક વિદ્યાર્થીની હત્યા કરીને તેની લાશ રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી. મૃતક વિમલેશ કુમાર સાહ (17 વર્ષ) શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દામોદરપુર ગામના રહેવાસી ગણેશ સાહનો પુત્ર હતો. તેના પરિવારજનોનો આરોપ છે કે વિમલેશની હત્યા કર્યા બાદ તેની લાશને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી, જેથી પહેલી નજરે આ ઘટના આત્મહત્યાની લાગે. વિમલેશ રવિવારે કૌશલ વિકાસ કેન્દ્રમાં પ્રશિક્ષણ માટે ફોર્મ ભરવા આરા ગયો હતો. આરાથી તેણે તેના પરિવારજનો સાથે વાત પણ કરી હતી.
સોમવારે સવારે અચાનક જ બિહિયાના રેડ લાઈટ એરિયામાંથી તેની લાશ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. વિમલેશના પરિવારજનો અને ગામના લોકો હત્યાથી ઉશ્કેરાયને રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તેમણે રીતસર આતંક મચાવ્યો હતો.
રોષે ભરાયેલાં લોકોએ રેડ લાઈટ એરિયામાં પથ્થરમારો કરીને દુકાનોને આગચાંપી દીધી હતી. ચાંદ ભવન સામે પાર્ક કરેલી એક બાઈક અને સાયકલ ઉપરાંત અડધો ડઝનથી વધુ દુકાનો સળગાવી દેવાઈ હતી. લોકોનાં ટોળાંએ પટણા તરફ જઈ રહેલી દાનાપુર-સિકંદરાબાદ એક્સપ્રેસ અને ઈએમયુ ટ્રેન સહિત અન્ય ટ્રેનોને પણ નિશાન બનાવી હતી.
આ તોફાન દરમિયાન સ્થાનિક પોલીસ કર્મીઆે મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા પણ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી.
ત્યારબાદ લોકોએ એક થિયેટરની માલિક યુવતીને તેના ઘરેથી બહાર ખેંચી લાવી તેના કપડાં ફાડી નાંખ્યાં હતાં અને તેને નિર્વસ્ત્ર કરીને આખા બજારમાં ફેરવી હતી. પોલીસકર્મીઆે ત્યારે પણ ઘટનાસ્થળે જ હાજર હતા પણ તેમણે પીડિતાને બચાવવાની કોશિશ પણ કરી ન હતી.

print

Comments

comments

VOTING POLL