બીએસએનએલ દ્વારા ઈન્ટરનેટ ટેલિફોનીક સુવિધાનો પ્રારંભ

July 12, 2018 at 10:51 am


સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલએ દેશની પહેલી ઇન્ટરનેટ ટેલિફોન સેવા શરુ કરી છે. આ સવિર્સ શરુ થયા પછી બીએલએનએલ યુઝર કંપનીની વિંગ્સ મોબાઇલ એપથી દેશમાં કોઈપણ નંબર પર કોલ કરી શકશે. આ પહેલાં મોબાઇલ એપથી બીજી એપ પર કોલ કરી શકાતો હતો. જોકે હવે એપથી કોઈપણ ટેલિફોન નંબર પર કોલ કરી શકાશે.
બીએસએનએલ માને છે કે, દેશમાં કેટલીક એવી જગ્યાઆે છે જ્યાં મોબાઇલ નેટવર્ક ખરાબ હોય છે, જેના કારણે સ્પીચ ક્વોલિટી ખરાબ થઇ જાય છે, પરંતુ ત્યાં વાઇફાઇની મદદથી ઇન્ટરનેટ ઉપલબ્ધ થાય છે, આ સ્થિતિમાં વિંગ સવિર્સ કોઇપણ કંપનીના ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કામ કરશે અને તેને એિક્ટવેટ કરી શકાય છે.
બીએસએનએલએ એક સ્ટેટ્મેન્ટ દ્વારા જણાવ્યું હતું કે, આ સવિર્સને યુઝ કરવા માટે કસ્ટમ્બરે પોતાના સ્માર્ટ ડિવાઇસમાં એક એપ ઇન્ટોલ કરવી પડશે. તેને સ્માર્ટફોન, ટેબલેટ અથવા લેપટોપમાં પણ યુઝ કરી શકાય છે. દેશના કોઇપણ ક્ષેત્રમાં કોલ કરવા અને રિસીવ કરવા માટે આ એપની જરુર પડે છે. આ માટે રજિસ્ટ્રેશન આ અઠવાડિયાથી શરુ થઈ જશે અને સવિર્સ 25 જુલાઈથી એિક્ટવેટ થઈ જશે. આ વોલ્પ સવિર્સ માટે કસ્ટમ્બર્સે ફસ્ટ ટાઇમા એિક્ટવેશન માટે 1,099 રુપિયાનો ચાર્જ આપવાનો રહેશે. બીએસએનએલ આ સવિર્સ દ્વારા યૂઝર્સને એકવર્ષ સુધી ફ્રી આેડિયો અને વીડિયો કોલિંનની સુવિધા આપશે.

print

Comments

comments

VOTING POLL