બીએસ–૩ વાહનો પરના પ્રતિબંધથી ઉત્પાદકોને રૂા.૨,૫૦૦ કરોડની ખોટ

April 4, 2017 at 10:46 am


સુપ્રીમ કોર્ટે બીએસ–૩ વાહનો માટે પહેલી એપ્રિલથી પ્રતિબધં લાદતાં કોમર્શિયલ વાહનોના ઉત્પાદકો માટે આટલા ઓછા સમયમાં ડિસ્કાઉન્ટ વેચાણ અને પ્રોત્સાહનનો છતાં પણ વેચાણ કરવું શકય ન હતું અને તેમને રૂા.૨,૫૦૦ કરોડની ખોટ ગઈ છે. સીવી ઉત્પાદકો પર પડનારી અસરની માહિતી આપતાં રિસર્ચ ફર્મ ક્રિસિલે જણાવ્યું હતું કે ૩૧ માર્ચ સુધીમાં અડધા ઉપરાંત થોડી ઈન્વેન્ટરી વેચવાના લીધે ડિસ્કાઉન્ટના લીધે રૂા.૧,૨૦૦ કરોડ અને પ્રોત્સાહનોના લીધે રૂા.૧,૩૦૦ કરોડની ખોટ ગઈ છે. અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ જેવી કંપનીઓના ઈબીઆઈડીટીએ માર્જિન્સ પ અસરને ધ્યાનમાં રાખતા અહેવાલનું કહેવું છે કે આ અસર તેમની આવકના ૨.૫ ટકા જેટલી હશે. પણ અહેવાલનું કહેવું છે કે ૨૦૧૭ અને ૨૦૧૮ના નાણાંકિય વર્ષમાં તે આગળ ખેંચાશે, કારણ કે ન વેચાયેલી ઈવેન્ટરી ડીલરશિપ પાસેથી પરત આવશે અને તેની સાથે પણ ડીલ કરવાનું હશે, જે નવા જ નાણાકિય વર્ષમાં શકય બનશે

print

Comments

comments

VOTING POLL