બીગબીનો અનોખો અંદાજ દિપીકા–કૈટના હિરો બનવા કરી અરજી…!

February 19, 2018 at 12:00 pm


બોલિવૂડના મહાનાયક અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ બીગબીએ પોતાના ઈસ્ટાગ્રામ અને ટવીટર એકાઉન્ટ પર એક રિયુમ વાયરલ કર્યેા છે! કોઈ ગેરસમજ ન કરતા આ રિઝયુમ કોઈ નોકરી માટેની જોબ એપ્લીકેશન નથી પરંતુ કૈટ અને દિપીકા પદુકોણ જેવી લાંબી અભિનેત્રીઓ સાથે કામ કરવા માટેની એપ્લિકેશન છે.
અમિતાભ બચ્ચને તેમની આ અરજીનું શિર્ષક રાખ્યું છે જોબ એપ્લિકેશન આ અરજીમાં બીગબીએ દિપીકા પદુકોણ અને કેટરીના કૈફની લંબાઈને કારણે ઓછી હાઈટવાળા હિરોને પડતી મુશ્કેલીને લઈ હળવી મજાક કરી છે. જોબ એપ્લિકેશન શેયર કરતા બીગબીએ કહ્યું કે, તેઓ બન્ને અભિનેત્રીઓની સાથે કામ કરવા માટે ફિટ છે. કેમકે તેઓ સારી એવી ઉંચાઈ ધરાવે છે.

આ છે બીગબીનું સીવી
નામ: અમિતાભ બચ્ચન
જન્મતારીખ: ૧૧૧૦૧૯૪૨ અલ્હાબાદ
ઉમર: ૭૬ વર્ષ ૪૯ વર્ષથી ફિલ્મોમાં સક્રિય લગભગ ૨૦૦ ફિલ્મો
ભાષા: હિન્દી, અંગ્રેજી, પંજાબી, બંગાળી
ઉંચાઈ: ૬ ફટ ૨ ઈંચ ઉચાઈને લઈને કયારેય કોઈ તકલીફ નહીં
એપ્લિકેશનને મળ્યા બે કલાકમાં ૩ લાખ લાઈકસ
અમિતાભ બચ્ચનની આ પોસ્ટને કારણે ઈસ્ટાગ્રામને ટવીટર પર પ્રતિક્રિયાઓનો જાણે વરસાદ વરસી ગયો. ઈસ્ટાગ્રામ પર બે કલાકમાં લગભગ ૩ લાખ લોકોએ આ પોસ્ટને લાઈક આપ્યું અને ૯ હજારથી પણ વધારે લોકોએ આ પોસ્ટ પર કમેન્ટસ પણ કરી તો ટવીટર પર એક કલાકમાં ૭ હજાર લોકોએ આ પોસ્ટને લાઈક કરી અને ૧.૫ હજાર લોકોએ રીટવીટ કરી.
ન્યુઝ પેપર કટિંગ પણ મુકયું
બીગબીએ આ અરજીમાં એક ન્યુઝ પેપરનું કટિંગ પણ લગાવ્યું છે જેમાં લખ્યું છે કે, દિપીકા અને કેટરીનાની ઉંચાઈ વધારે છે જેને કારણે ફિલ્મ મેકર્સને શાહીદકપુર અને આમીરખાન જેવા ઓછી ઉંચાઈ ધરાવતા અભિનેતાઓની સાથે કામ કરાવવામાં મુશ્કેલી થાય છે.

print

Comments

comments

VOTING POLL