બીસીસીઆઈના નામે ક્રિકેટને બચાવવા ક્રિકેટ માંધાતાઓ એક થશે: કાલે બેંગ્લોરમાં બેઠક

January 6, 2017 at 3:52 pm


સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમિટીની ભલામણોના પક્ષમાં ચુકાદો અપાયા બાદ બીસીસીઆઈના તમામ તાકાતવર અધિકારીઓ એક થવા જઈ રહ્યા છે. બોર્ડના પૂર્વ પ્રમુખ એન.શ્રીનિવાસને શનિવારે એક બેઠક બોલાવી છે જેમાં રાજ્ય ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ ભાગ લેશે. આ બેઠકનો હેતુ એવો છે કે બેઠક દરમિયાન તમામ અધિકારીઓ કોર્ટના ચુકાદા બાદ આગળની રણનીતિ નક્કી કરશે. આજે બીસીસીઆઈના જે હાલ છે તેના માટે જવાબદાર તરીકે એન.શ્રીનિવાસનને જ ગણવામાં આવે છે અને હવે તેઓ ફરી એક વખત એક્ટિવ થઈ ગયા છે.
ક્રિકેટ બોર્ડથી બે વર્ષ બહા રહ્યા બાદ શ્રીનિવાસને ફરી આ બેઠક બોલાવી છે જેમાં તેમણે આ સંકટથી ઘેરાયેલા બોર્ડના ઉચ્ચ સભ્યો અને પૂર્વ સભ્યોને બોલાવ્યા છે. જ્યારથી સુપ્રીમ કોર્ટે બોર્ડપ્રમુખ અને સચિવને અમાન્ય જાહેર કયર્િ છે ત્યારે બોર્ડના અસ્તિત્વ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. આ બેઠક શનિવારે સાંજે 7 વાગ્યે બેંગ્લોરની આઈટીસી ગાર્ડેનિયામાં મળશે. બેઠકમાં અજય શિર્કે, અનિધ્ધ ચૌધરી, અમિતાભ ચૌધરી, નિરંજન શાહ, બ્રિજેશ પટેલ, ટી.સી.મેથ્યુ, સી.કે.ખન્ના અને ગંગારાજુ ભાગ લ્યે તેવી પૂરી શક્યતા છે. શ્રીનિવાસને આ તમામ લોકોને પોતે આમંત્રણ આપ્યું છે. લોઢા કમિટીની ભલામણોના આધાર પર બોર્ડના 30 એસોસિએશનમાંથી 24 એસોસિએશનના અધિકારીઓ ભાગ લ્યે તેવી પૂરી સંભાવના છે.
સૂત્રોની માનવામાં આવે તો ગાંગુલી આ બેઠકમાં ભાગ નહીં લ્યે પરંતુ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ તરફથી બોર્ડના પૂર્વ અધ્યક્ષ જગમોહન ડાલમિયાના પુત્ર અને શ્રીનિવાસનના કટ્ટર હરિફ અવિશેક ડાલમિયા બેઠકમાં ભાગ લેશે. આ જ રીતે શરદ પવાર પણ આ બેઠકમાં ભાગ નહીં લ્યે અને તેમની જગ્યાએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ આશીષ સેલર ભાગ લેશે. મનાય રહ્યું છે કે કોર્ટની નારાજગીને પગલે અનુરાગ ઠાકુર પણ આ બેઠકથી દૂર રહેશે. આ ઉપરાંત વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના શશાંક મનોહર, રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખપદેથી હટાવાયેલા લલિત મોદી અને ત્રિપુરા ક્રિકેટ એસોસિએશન આ બેઠકથી દૂર રહેશે.
બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે આમ તો આ બેઠક એકબીજા સાથે આટલા વર્ષો સુધી કામ કરવા માટે અને એકબીજાને ધન્યવાદ પાઠવવા માટે મળી રહી છે. આ ઉપરાંત મિટિંગમાં પદ ઉપરથી દૂર થયેલા અથવા અમાન્ય થયેલા સભ્યો માટે કાનૂની અને અન્ય રસ્તો શું હશે તેના ઉપર વિચાર કરાશે.
દરમિયાન બીસીસીઆઈએ આઈપીએલની નવી સિઝન માટે 4 ફેબ્રુઆરી થનારી હરાજીને મુલતવી રાખી છે અને હવે આ હરાજી 18 ફેબ્રુઆરીએ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત 9 અને 10 જાન્યુઆરીએ લંડનમાં થનારી વર્કશોપ્ને પણ ટાળવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL