બુલેટ ટ્રેન પ્રાેજેક્ટથી 24 હજારને રોજગારી મળશે

September 13, 2017 at 11:56 am


વડાપ્રધાન મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રાેજેક્ટ પર હવે ઝડપથી શરૂઆત થનાર છે. બુલેટ ટ્રેન પ્રાેજેક્ટમાં જાપાન કુલ ખર્ચના 85 ટકા સાેફ્ટ લોન આપનાર છે. બુલેટ ટ્રેન પ્રાેજેક્ટ પર અંદાજિત ખર્ચ 19 અબજ ડોલર અથવા તાે આશરે એક હજાર અબજ રૂપિયાનાે છે. ભારતના પરંપરાગત રેલવે નેટવર્ક અંતરની દ્રિષ્ટએ દુનિયામાં ચોથા સાૈથી મોટા રેલવે નેટવર્ક તરીકે છે. દેશના પરિવારના મુખ્ય સાધન તરીકે રેલવેને ગણવામાં આવે છે. રોજ 2.2 કરોડ લોકો ટ્રેનમાં યાત્રા કરે છે. ભારત અને જાપાન વચ્ચે અનેક સમજૂતિ ઉપરહસ્તાક્ષર થનાર છે જેમાં આ પ્રાેજેક્ટને લઇને સાૈથી વધારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગાેયેલે માહિતી આપતા કહ્યું છે કે, આ પ્રાેજેક્ટના કારણે હજારો લોકોને નાેકરી મળશે. ગાેયેલે કહ્યું હતું કે, ખુબ આેછા વ્યાજદર પર નાણા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાા છે. રેલવે નેટવર્કમાં ક્રાંતિકારી પરિવતૅન આવનાર છે. આનાથી હાઈસ્પીડ ટ્રેન કોરિડોરના ક્ષેત્રમાં નવી શરૂઆત થશે. 4000ની સીધી નાેકરી અને આેછામાં આેછા 20000ને પરોક્ષ નાેકરી મળશે.

print

Comments

comments

VOTING POLL