બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જાપાન 10 ટકા હિસ્સો લેશે

September 13, 2017 at 11:33 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ પસંદગીના પ્રોજેકટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ખાત મુહર્ત નિમિત્તે જાપાનના વડાપ્રધાન આવી રહ્યા છે. અગાઉથી 508 કિમીના અંતરના આ પ્રોજેકટ માટે જાપાને લોકોસ્ટ ફાઈનાન્સીંગની તો સહમતી આપી જ છે પરંતુ હવે ભારત સરકાર હાઈસ્પીડ શિન્કાન્સેન પ્રોજેકટમાં જાપાનમાં લાંબાગાળાનો રસ પણ જળવાઈ રહે છે. તે માટે રૂ.1.80 લાખ કરોડના પ્રોજેકટની શેરમુડીમાં 10 ટકા હિસ્સો અપ્નાવવાનો પણ ખાસ આગ્રહ કર્યો છે.

રેલવે પ્રધાન પિયુષ ગોયલે જ આ અંગે વધુ વિગતો આપતા એ પણ કહ્યું હતું કે 320 કિમી પ્રતિ કલાકની સ્પીડ ધરાવનારી આ ટ્રેન માટે જાપાન 0.1 ટકાના વ્યાજે 50 વર્ષની 12 મિલિયન ડોલર લોન આપશે. જેની ચુકવણી પહેલા 15 વર્ષ સુધી કરવાની નહીં રહે અને બન્ને વડાપ્રધાનની આ મુલાકાત સમયે આ અંગેના કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.
આ આખા પ્રોજેકટનું આયોજન કરવામાં આવ્યું ત્યારે બુલેટ ટ્રેન 2023માં ઓપરેશનલ કરવાની ડેડલાઈન જાપાને સેટ કરી હતી. પરંતુ હવે પિયુષ ગોયલના કહેવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકાર આ યોજના 2022માં પુર્ણ કરવા સક્ષમ હોવાનું કહી ડેડલાઈન એક વર્ષ વહેલી કરવાનું નકકી કર્યું છે.
અમદાવાદથી મુંબઈ વચ્ચે આ ટ્રેનના 12 સ્ટેશન રહેશે. જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભચ, સુરત, બીલીમોરા, વાપી, દહીસર, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે. જમીન સંપાનનો ખાસ પ્રશ્ર્ન નહીં રહે કારણ કે મોટાભાગની લાઈન એલિવેટેડ ટ્રેક પર છે. જ્યારે 21 કિમી ટનલ અને 7 કિમી અન્ડર વોટર ટનલ બનવાની છે.

print

Comments

comments

VOTING POLL