બુલેટ ટ્રેન સુરત-બિલિમોરા વચ્ચે 2022થી શરૂ થાય તેવી ધારણા

September 1, 2018 at 11:04 am


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે, દેશની પહેલી બુલેટ ટ્રેન નિર્ધારિત સમયના એક વર્ષ પહેલાં એટલે કે 2022માં જ શરુ થઈ જાય. 2022માં આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવશે અને આ પ્રસંગે દેશવાસીઆેને આ સોગાદ આપવા ઈચ્છે છે. જેથી બુલેટ ટ્રેન શરુ કરવાના સુનિિશ્ચત સમયના એક વર્ષ પહેલાં જ રેલવે દ્વારા ગુજરાતના સુરતથી બીલીમોરા(50 કિમોમીટર) વચ્ચે પહેલી બુલેટ ટ્રેન શરુ કરવામાં આવી શકે છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે(અંદાજે 508 કિમોમીટર) બુલેટ ટ્રેન 2023માં શરુ કરવામાં આવી શકે છે.
રેલવેએ પહેલીવાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના રુટ પર આેટોમેટિક ટ્રેક લગાવવાનો નિર્ણય કર્યો છે. આેટોમેટીક ટ્રેકથી તૂટેલા પાટાને સરળતાથી શોધી શકાય છે. રેલવે આ યોજનાથી યાત્રાને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાે છે. રેલવેના જણાવ્યા પ્રમાણે, આ સિસ્ટમમાં ઈલેક્ટ્રીકલ કંટ્રાેલ સકિર્ટનો ઉપયોગ થશે. સકિર્ટ દ્વારા તૂટેલા પાટાની જાણકારી કંટ્રાેલ રુમ સુધી પહાેંચી જશે

print

Comments

comments

VOTING POLL