બેંકિંગ વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટી દ્વારા ખરાબ કરાઈ છે : સ્મૃતિ

September 11, 2018 at 8:23 pm


ભાજપે નેશનલ હેરાલ્ડ કેસ અને આરબીઆઈના પૂર્વ ગવનૅર રઘુરામ રાજનના નિવેદનને લઇને કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સાેનિયા ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા છે. આજે બંને મામલાઆેનાે ઉલ્લેખ કરતા ભાજપે કહ્યું હતું કે, આનાથી કાેંગ્રેસના ભ્રષ્ટાચાર અંગે સ્પષ્ટપણે જાણકારી મળી જાય છે. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદને સંબાેધતા કહ્યું હતું કે, રાજને મૂલ્યાંકન કમિટિને સાફ શબ્દોમાં કહ્યું છે કે, સાૈથી વધારે બેડ લોન 2006-2008 વચ્ચે આપવામાં આવી હતી. રઘુરામ રાજને બેંકોના વધુ એનપીએને લઇને બેંકસૅ અને આર્થિક મંદીની સાથે નિર્ણય લેવામાં યુપીએ અને એનડીએની ઉદાસીનતાને પણ જવાબદાર ઠેરવી હતી. રઘુરામ રાજને સંસદીય સમિતિને આપવામાં આવેલા જવાબમાં કહ્યું છે કે, સાૈથી વધારે બેડલોન વર્ષ 2006-2008 વચ્ચે આપવામાં આવી હતી. સ્મૃતિએ કહ્યું હતું કે, આનાથી સાબિત થાય છે કે, બેંકોના એનપીએ માટે કાેંગ્રેસ પાટીૅ જવાબદાર છે. રાહુલ ગાંધી, સાેનિયા ગાંધી, પ્રિયંકા વાઢેરા કરદાતાઆેના પૈસાને બરબાદ કરવા માટે ઇચ્છુક હતા. યુપીએ સરકારના ગાળામાં ભારતીય બેંકિંગ વ્યવસ્થા પર મોટા પ્રહાર થયા હતા. રાજને એસટીનેટ કમિટિના ચેરમેન મુરલી મનાેહર જોશીને મોકલવામાં આવેલા અહેવાલમાં કહ્યું છે કે, સાૈથી વધારે બેડલોન 2006-2008 વચ્ચે આપવામાં આવી હતી તે વખતે આર્થિક સ્થિતિ મજબૂત હતી. પાવર પ્લાન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાેજેક્ટ સમય પર બજેટની અંદર પૂર્ણ થઇ રહ્યાા હતા. ઇરાનીએ નેશનલ હેરાલ્ડ મામલામાં રાહુલને અનેક પ્રશ્નો કર્યા હતા. 2010માં રાહુલ ગાંધી કંપની બનાવે છે. ત્યારબાદ 2011માં એસાેસિએટ્સ જનરલને ખરીદવામાં આવે છે. જેની પાસે નેશનલ હેરાલ્ડ જેવા કાેંગ્રેસના મુખપત્રને પ્રકાશિત કરવાના અધિકાર હતા. રાહુલે 90 કરોડ રૂપિયાની લોન 50 લાખમાં ખરીદી લીધી હતી. ત્યારબાદ રાહુલે એક પત્રકારને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, તેમની કંપની અખબાર પ્રકાશિત કરવા માટે ઇચ્છુક નથી. આ બાબત ખુબ ચાેંકાવનારી હતી. રાહુલને સ્મૃતિ ઇરાનીએ આને લઇને અનેક પ્રશ્નો કર્યા છે. એસાેસિએટ જનરલની દેશમાં અનેક જગ્યાઆેએ સંપિત્ત છે જેમાં દિલ્હી, મુંબઈ, લખનાૈ અને હરિયાણા સામેલ છે. આ લોનને ખરીદી લીધા બાદ રાહુલે 99 એસાેસિએટ જનરલમાં 99 ટકાના માલિક બન્યા હતા. આ કંપનીની હજુ પણ દેશમાં હજારો કરોડની સંપિત્ત છે. અત્રે નાેંધનીય છે કે, સાેમવારના દિવસે દિલ્હી હાઈકોટેૅ નેશનલ હેરાલ્ડ કેસમાં સાેનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એવી રજૂઆતને ફગાવી દીધી હતી જેમાં 2011-2012માં પાેતાના કરવેરા નિર્ધારણની ફાઇલ ફરી ખોલવાને પડકાર ફેંકવામાં આવ્યો હતાે.

print

Comments

comments

VOTING POLL