બેંક આેફ બરોડામાં બે બેંકના મર્જરને બહાલી

January 2, 2019 at 8:37 pm


કેન્દ્રીય કેબિનેટે બેંક આેફ બરોડાના વિજ્યા બેંક અને દેના બેંકના મર્જરને લીલીઝંડી આપી દીધી છે. આજે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. મર્જરના પરિણામ સ્વરુપે બનનાર એકમ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક બાદ દેશની ત્રીજી સાૈથી મોટી બેંક બની જશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, બેંકિંગ સેક્ટરમાં સુધાર હેઠળ આ પગલા લેવામાં આવી રહ્યાા છે. મંત્રીએ કહ્યું હતું કે, આ મર્જરથી કર્મચારીઆેની છટણી થશે નહીં. કારણ કે દેના અને વિજ્યા બેંકના કર્મચારીઆેને બેંક આેફ બરોડામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાા છે. બીજી બાજુ બેંક આેફ બરોડાએ વિજ્યા બેંક અને દેના બેંકના પાેતાની સાથે મર્જરને લઇને વાતચીત ચાલી રહી છે. આ દુવિધા હજુ અકબંધ રહી છે. દેના બેંકના મામલામાં સ્થિતિ સ્પષ્ટ થઇ ચુકી છે. મર્જરની યોજના મુજબ વિજ્યા બેંકના શેર ધારકોને દરેક 1000 શેરના બદલે બેંક આેફ બરોડાના 402 ઇક્વિટી શેર મળશે. દેના બેંકના મામલામાં દરેક 1000 શેરના બદલે બેંક આેફ બરોડાના 110 શેર મળશે.

print

Comments

comments

VOTING POLL