બેંક હડતાલના અગાઉના દિવસે ભારે ઘસારો-લાખો રૂા.નો ઉપાડ

January 8, 2019 at 2:10 pm


મોટાભાગની જાહેર બેંકોમાં કેશ કાઉન્ટરની બારી પર બપોર સુધી ભીડ રહી ઃ બે દિવસની હડલાતથી એટીએમ સેવાને અસરનો ભય

બે દિવસની બેંક હડતાલના અગાઉના દિવસે એટલે સોમવારે ભાવનગરની બેંકોમાં પૈસા ઉપાડવા માટે ભારે ઘસારો રહ્યાે હતો. ખાસ કરીને સરકારી બેંકોમાં લોકોએ લાખો રૂા.નો ઉપાડ કર્યો હતો. એટલે કે બેંકોની પૈસા ચૂકવતા કાઉન્ટર પરથી લાખો રૂપિયા ચૂકવાયા હતા.
બેંકોમાં 8મીઅને 9મી હડતાલ છે. તે બાબત ધ્યાનમાં રાખીને લોકોએ આજે રાષ્ટ્રીયકૃત બેંકો પર ઘસારો કયોર્ હતો. નવા વર્ષના પ્રારંભીક દિવસો છે. અને નોટબંધી બાદ પગાર બેંકોમાં જ જમા થાય છે. તેથી આ તારીખોમાં બેંકો પર ઘસારો રહે જ છે તેમાં બે દિવસની હડતાલ હોવાના પગલે સોમવારે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેતો ઘસારો હતો જ પરંતુ તેની સાથાેસાથ બેંકના કેશ કાઉન્ટરો પર પણ ભારે ઘસારો જોવા મળ્યો હતો.
અમૂક બેંકોના કેશ કાઉન્ટરો પર તો બપોરના ત્રણ-સવાત્રણ વાગ્યા સુધીમાં રૂા.80 લાખથી વધુ ઉપડી ગયા હતા. જ્યારે અન્ય બેંકોમાં પણ આજ હાલત હતી. જાહેરક્ષેત્રની એસબીઆઇ, બેંકઆેફ ઇન્ડિયા, દેનાબેંક, યુનિયન બેંક ઉપરાંત ખાનગી ક્ષેત્રની બેંકોમાં ગ્રાહકોનો ઘસારો ચાલુ હતો.
હવે તા.8 અને 9 એમ બે દિવસની હડતાલના સમયમાં એટીએમમાં નવા નાણા ઠલવાય તેવી કોઇ શક્યતા નથી તેથી કદાચ 9મીએ બપોર બાદ એટીએમ ખાલીખમ જોવા મળે તો કોઇને આòર્ય નહિ થાય.અધુરામાં પુરૂ હોય તેમ 12મીએ બીજો શનિવાર, 13મીએ રવિવાર અને 14મીએ મકર સંક્રાંતિ એમ ત્રણ દિવસ પણ બેંકો બંધ રેહવાની છે તેથી 10 અને 11મીએ પણ બેંકોમાં આવોજ ઘસારો જોવા મળે તેવી શક્યતા છે. પગાર અને પગાર ઉપાડવાના દિવસોમાં બેંક હડતાલ કમસેકમ પગારદાર કર્મચારીઆે સહીતના ગરીબ મધ્યમવર્ગને તો ભારે મુશ્કેલીમાં મુકી રહી હોવાનું બહાર આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL