બેંગ્લુરુ ઘટના પર ‘વિરાટ’ રોષ: મૂકસાક્ષીઓ એ પોતાને પુરુષ કહેવાનો હક્ક નથી

January 6, 2017 at 4:05 pm


ન્યુ યર નાઈટ દરમિયાન બેંગલુરુમાં મહિલાઓ સાથે થયેલી છેડતીના મુદ્દે ક્રિકેટર વિરાટ કોહલી પણ ઘટનાના વિરોધમાં આગળ આવ્યા છે. વિરાટે કહ્યું છે કે દેશ બધા માટે સુરક્ષિત અને સમાન હોવો જોઈએ. મહિલાઓ સાથે અલગ વ્યવહાર ન હોવા જોઈએ. વિરાટે આ દુસ્સાહસિક ઘટનાને શર્મનાક કહી હતી અને બધાને તેના વિરોધમાં એકજુટ થવાની અપીલ કરી છે.

આ ઘટના દરમિયાન મૂકસાક્ષી બની ચુપચાપ ઘટનાને જોઈ રહેલી ભીડ માટે પણ આકરા શબ્દો કહ્યા હતા. વિરાટે કહ્યું કે આ મુકદર્શકોમાં રહેલા પુરુષો એ ખુદને પુરુષ કહેવાનો કોઈ અધિકાર નથી. વિરાટએ એવા લોકોથી સવાલ કર્યો હતો કે આવી ઘટના તમારા પરિજન સાથે થઇ રહી હોત તો પણ તેઓ ચુપચાપ જોતા રહેત કે તેમની મદદ માટે આગળ આવત.

આ અંગે મહિલાઓના પહેરવેશને જવાબદાર ગણતા લોકોને વિરાટે કહ્યું હતું તેઓ પણ સ્વતંત્ર છે અને તેમને શું પહેરવું એ તેઓ પોતે નક્કી કરશે. તેમણે કહ્યું છે કે એક તો ઘટના દરમિયાન કોઈ સ્ત્રીની મદદે ન આવ્યું અને ઘટના માટે મહિલાને જ જવાબદાર ગણવી એ વધુ શરમજનક છે.

print

Comments

comments

VOTING POLL