બેંગ્લોરમાં બે ફલાઈટો ટકરાતા રહી ગઈઃ 328 મુસાફરોનો આબાદ બચાવ

July 12, 2018 at 3:16 pm


આજે બપોરે બેંગ્લોરમાં એરપોર્ટ પાસે ઈન્ડિગો એલાઈન્સના બે ઉતારૂ એરક્રાફટ વચ્ચે અકસ્માત થતાં રહી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

ઈન્ડિગો એરલાઈન્સ બે ફલાઈટો જે અલગ અલગ રૂટ પર ઉડતી હતી તે સામસામે આવી ગઈ હતી. હવામાં જ આ બન્ને ફલાઈટો વચ્ચે ટક્કર થાય તે પહેલાં બન્ને વિમાનમાં પાયલોટોએ સમયસૂચકતા વાપરી અકસ્માત નિવાર્યો હતો. આ બન્ને વિમાનોમાં કુલ 328 ઉતારૂઆે હતા અને એમનો ચમત્કારિક બચાવ થઈ ગયો છે. બન્ને પાયલોટોને કોકપિટમાં જ અકસ્માત એલર્ટ મળી ગયો હતો અને સેકન્ડોમાં જ એમણે દિશા ફેરવીને અકસ્માત ટાળી દીધો હતો. એવું બહાર આવ્યું છે કે, આકાશમાં આ બન્ને વિમાનો 200 ફૂટ જ દૂર રહ્યા હતા અને અકસ્માત નિવારી શકાયો હતો. એરલાઈન્સ દ્વારા બન્ને ફલાઈટના પાયલોટો અને કોકપિટના સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા છે. એક મોટી હોનારત આજે થતાં થતાં રહી ગઈ છે.

print

Comments

comments

VOTING POLL