બેકગ્રાઉન્ડ ડાન્સરમાંથી બન્યા મુખ્ય કલાકાર

November 14, 2017 at 7:40 pm


:: દિયા મિર્ઝા ::
જર્મન પિતા ફ્રેન્ક હેન્રીચ અને બંગાળી માતા દીપાની પુત્રી દીયા મિઝર્નિું સ્મિત દર્શકોના દિલોદિમાગમાં છવાઈ જાય છે. જર્મન પતિ સાથે છૂટાછેડા થયા. માતાએ હૈદરાબાદી અહેમદ મિઝર્િ સાથે નિકાહ ક્યર્.િ સાવકા પિતાની અટક દિયાને પણ મળી. આમ દિયા મિઝર્િ બની ગઈ. મિસ એશિયા પેસિફિકનું બિરુદ તેણે 2000ના વર્ષમાં જીત્યું. વિવિધ બ્રાન્ડની જાહેરખબર દ્વારા પણ તે જાણીતી બનતી ગઈ. સાઉથની ફિલ્મોમાં તેને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરવા મળ્યું. બેહિસાબ રૂપ અને ભોળું સ્મિત હોવાને કારણે તેનો ફિલ્મોમાં પ્રવેશ સરળ બન્યો. આર માધવન સામે તેણે ફિલ્મ રહેના હૈ તેરે દિલમેં મુખ્ય પાત્ર ભજવવાનો મોકો મળ્યો. પશુ-પક્ષીઓને પ્રેમ કરતી દિયાએ લખનૌમાં બે ચિત્તાને પણ દત્તક લીધા છે.
:: કાજલ અગ્રવાલ ::
ચુલબુલી મુંબઈ ચી મુલગી એટલે કાજલ અગ્રવાલ. પંજાબી પિતા વિનય અગ્રવાલનું નામ મુંબઈમાં ટેક્સટાઈલ ક્ષેત્રે જાણીતું નામ છે. માતા સુમન અગ્રવાલ કે જેઓ ક્ધફેક્શનરીના બિઝનેસ સાથે સંકળાયેલા છે હાલમાં તેઓ કાજલના મેનેજર પણ છે. કાજલે તેની કારકિર્દીની શરૂઆત તમિળ અને તેલુગુ ફિલ્મથી કરી. દર્શકોને તેનો અભિનય પસંદ પડયો. તેલુગુ ફિલ્મફેર ઍવોર્ડની તે હક્કદાર બની. કાજલે પણ ફિલ્મોમાં દશર્વિાતા ગ્રુપ ડાન્સમાં ભાગ લીધો હતો. ફિલ્મ ક્યોં હો ગયા નામાં કાજલને બ્યુટિક્વિન ઐશ્ર્વયર્િ રાય સાથે ગ્રુપ ડાન્સ કરવાનો મોકો પણ મળ્યો હતો. 2011 માં રજૂ થયેલી ફ્લ્મિ સિંઘમમાં તેને મુખ્ય પાત્ર ભજવવાનો મોકો મળ્યો. તેનો અભિનય દર્શકોની વાહવાહ મેળવવામાં સફળ રહ્યો. ફિલ્મ સ્પેશ્યલ 26 બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ. કાજલ અગ્રવાલે પણ તમિળ-તેલુગુ ફિલ્મની સફળ સફર બાદ બોલીવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળતા મેળવી છે.
:: સરોજ ખાન ::
સરોજ ખાનની ઓળખ એક શબ્દમાં આપવી હોય તો માસ્ટરજી ઑફ બોલીવૂડ કહી શકાય. સરોજ ખાને બોલીવૂડના દરેક કલાકારને વિવિધ સ્ટાઈલમાં ડાન્સ કરાવ્યા છે. કોરિયોગ્રાફર તરીકે તેની કારકિર્દીની શરૂઆત પહેલાં તેણે પણ બોલીવૂડમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ફિલ્મોમાં કામ ર્ક્યુ હતું. ફિલ્મ હાવરા બ્રિજ યાદ છે, જેમાં અશોક કુમાર અને મધુબાલાનો ઉત્કૃષ્ટ અભિનય દર્શકોને જોવા મળ્યો હતો. આ ફિલ્મનું એક ગીત એટલે આઈ એ મહેરબાન બૈઠિયે જાને જાં શૌક સે લીજિયે જી ઈશ્ક કે ઈમ્તિહાન. બસ હવે આ ગીત ધ્યાનથી જોશો તો આપ્ને તેમાં સરોજ ખાન ડાન્સ કરતાં જોવા મળશે.
:: શાહીદ કપૂર ::
પંકજ કપૂર અને નિલીમા અઝીમનો પુત્ર એટલે જ શાહીદ કપૂર. દિલ્હીમાં તેનો જન્મ થયો. ફક્ત ત્રણ વર્ષનો હતો ત્યારે માતા-પિતા એકબીજાથી અલગ પડ્યા. શાહીદ માતા સાથે રહેવા લાગ્યો. ડાન્સ પ્રત્યે તેને બાળપણથી લગાવ હતો. શાહીદ ડાન્સ શીખવા શામક દાવરના ડાન્સ ક્લાસમાં જોડાયો. 1990થી તેને શામક દાવરના ક્લાસમાં એક અચ્છો ડાન્સર તરીકે પોતાની ઓળખ બનાવી દીધી હતી. બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે તેણે વિવિધ ફિલ્મોમાં કામ શરૂ ર્ક્યું. તાલ ફિલ્મનું જાણીતું ગીત કહી આગ લગે લગ જાયે, ફિલ્મ દિલ તો પાગલ હૈ નું લોકપ્રિય ગીત મુઝ કો હુઈના ખબર જેવા વિવિધ ગીતોમાં તેણે ગ્રુપ ડાન્સમાં ભાગ લીધો હતો. જાહેરખબર તથા મ્યુઝિક વીડિયોમાં પણ તેણે કામ ર્ક્યું હતું. ધીમે ધીમે તેના કામને બોલીવૂડમાં નામના મળવા લાગી. 2003માં તેણે ફિલ્મ ઈશ્ક વિશ્કમાં મુખ્ય રોલ ભજવ્યો. જે દર્શકોને પસંદ પડ્યો. શાહીદને નવોદિત કલાકારનો ઍવોર્ડ પણ મળ્યો. 2007માં ઈમ્તીઆઝ અલીની ફિલ્મ જબ વી મેટમાં કરીના કપૂર -શાહીદના અભિનયે દર્શકોના દિલો-દિમાગમાં આગવી છાપ છોડી. બસ ત્યારબાદ શાદીહ કપૂરે ધીમે ધીમે સફળતાની સીડી ચઢવાનું મક્કમ પગલે શરૂ ર્ક્યું.
:: ફરાહ ખાન ::
બોલીવૂડના વિવિધ ક્ષેત્રો જેવા કે કોરિયોગ્રાફર, દિગ્દર્શક, નિમર્તિા, અભિનેત્રી તથા ડાન્સર તરીકે પણ ફરાહ ખાને સફળતાપૂર્વક કામ ર્ક્યું છે. ફરાહની બોલીવૂડની સફર પણ બેકગાઉન્ડ ડાન્સર તરીકે જ શરૂ થઈ હતી. 1986માં રજૂ થયેલી ગોવિંદા અભિનીત ફિલ્મ સદા સુહાગણમાં ગીત હમ હૈ નૌ જવાનમાં ફરાહે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ ર્ક્યું હતું.
:: રેમો ડિસોઝા ::
બોલીવૂડમાં કોરિયોગ્રાફર અને દિગ્દર્શક તરીકે રેમો ડિસોઝાનું નામ જાણીતું છે. બોલીવૂડમાં રેમો ડિસોઝાને પણ સંઘર્ષર્નો સામનો કરવો પડ્યો હતો. એક સમય હતો કે જ્યારે અક્ષય કુમાર અભિનિત ફ્લ્મિ અફલાતૂન અને શાહરુખ ખાન અભિનીત ફિલ્મ પરદેશમાં બેક-અપ ડાન્સર તરીકે કામ કરવું પડતું હતું.
:: ઈશા શરવાની ::
ઓસ્ટ્રેલિઅન સંગીતકાર પિતા તથા ગુજરાતી કલાકાર માતા દ્વારા ઈશાનો ઉછેર જરા હટકે થયો છે. અમદાવાદમાં રહીને મોટી થયેલી ઈશાએ ભારતના વિવિધ શહેરોમાં રહેવાનો મોકો મળ્યો છે. બોલીવૂડમાં ઈશાની કારકિર્દી સફળ જોવા મળતી નથી. તેમ છતાં જ્યારે ડાન્સની વાત આવે ત્યારે તેની સ્ટાઈલના વખાણ દર્શકો તથા તેના ચાહકો દ્વારા ખોબલે ખોબલે કરવામાં આવતા હોય છે. શાહીદ કપૂરની જેમ ઈશા પણ શામક દાવરના ડાન્સ ક્લાસમાં જોડાઈ હતી. એક સમય હતો જ્યારે ઈશાએ દિવસના 10 કલાક વિવિધ ડાન્સની પ્રેકટીસ કરવી પડતી હતી. જેમાં મલખામનો પણ સમાવેશ થતો હતો. ફિલ્મ તાલમાં ઐશ્ર્વયર્િ ઉપર ફિલ્માવવામાં આવેલા ગીત કહીં આગ લગે લગ જાયેમાં શાહીદ સાથે ગ્રુપ ડાન્સમાં ઈશા શરવાનીએ પણ ડાન્સ ર્ક્યો હતો.

print

Comments

comments

VOTING POLL