બેટ-દ્વારકામાં 962.64 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિમાર્ણઃ ર0 લાખ યાત્રાળુઆેને ફાયદો

October 7, 2017 at 11:18 am


દેવભૂમિ દ્વારકામાં જગતમંદિરે શીશ ઝુકાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસની શરૂઆત કરી છે ત્યારે આેખા અને બેટ-દ્વારકાને જોડતા એવા મહત્વના કેબલ સ્ટેડ, સીગ્નેચર બીજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, 962.64 કરોડના ખર્ચે આકાર લેનારા 4.56 કી.મી. લાંબા બ્રિજને ચારમાગ}ય બનાવવામાં આવશે અને આખરે બેટ-દ્વારકા મોટર માર્ગે જવાનું સ્વપ્ન સાકાર થશે.
થાેડા અરસાં પહેલાં ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટ-દ્વારકા વચ્ચે સીગ્નેચર બ્રિજ બનાવવાની મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી અને ત્યારથી દેશના કાબેલ ઇજનેરો બ્રિજના નિમાર્ણ કાર્ય માટે કામે લાગી ગયા હતા અને સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બેટ દ્વારકાને જોડતાં આ પૂલનું સમુદ્ર પર નિમાર્ણ થવાનું છે, અને આ રીતે બેટ-દ્વારકા મોટર માર્ગે જોડાઇ જશે.

30 મહિનાની અંદર બ્રીજનું નિમાર્ણકાર્ય પુર્ણ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે, સમગ્ર ખર્ચ કેન્દ્ર સરકાર આપશે, અને ખાસ કરીને આ બ્રિજ નિમાર્ણ થતાં પ્રતિ વર્ષ બેટ-દ્વારકા આવતાં યાત્રિઆેની સંખ્યા બ્રિજના નિમાર્ણ કાર્ય પૂર્ણ થઇ ગયા બાદ 20 લાખ સુધી પહાેંચવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
બેટ દ્વારકા વચ્ચે બ્રિજના નિમાર્ણ કાર્ય બાદ મુસાફરો અને યાત્રાળુઆેની ખૂબ અવર-જવર રહેવાની ધારણા છે, આ માટે સીગ્નેચર બ્રિજને ચાર માગ}ય બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
દ્વારકા આવતાં પ્રત્યેક યાત્રાળુઆે અચૂક રીતે બેટ-દ્વારકા જતાં હોય છે, અત્યાર સુધી બોટ મારફત મુસાફરો બેટ-દ્વારકા પહાેંચતા હતા, ઘણી વખત અકસ્માતની પણ ઘટનાઆે બનતી હતી, યાત્રાળુઆેના જીવ જોખમમાં મૂકાતા હતા, જો કે હવે જામનગર જિલ્લાે જ નહી પરંતુ ગુજરાત આખામાં દરિયા ઉપર ક્યાંય આ પ્રકારનો મોટો બ્રિજ બન્યાે નહી હોવાથી આમ પણ બ્રિજને લઇને સમગ્ર ગુજરાતમાં ઉત્કંઠા ફેલાઇ છે, અને યાત્રાળુઆેનો ઘસારો વધવાની શક્યતા છે.

print

Comments

comments

VOTING POLL