બેડમિન્ટન સિંગલ્સમાં સિંધુને હરાવીને સાઈના નેહવાલે જીત્યો ગોલ્ડ

April 15, 2018 at 11:36 am


સાઈના નેહવાલે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતીની ફરી એકવાર સાબિત કરી દીધું કે હજી પણ તે દેશની ટોપ શટલર છે. ફાઈનલ મેચમાં તેણે ભારતની જ સ્ટાર શટલર પીવી સિધુ સામે 21-18 અને 23-21થી જીત મેળવી હતી. પહેલી ગેમ માત્ર 22 મિનિટ સુધી ચાલી અને બીજી ગેમ પુરી થવામાં 34 મિનિટ લાગ્યા. આ દરમિયાન બન્ને પ્લેયર્સ વચ્ચે એક-એક પોઈન્ટ માટે જબરજસ્ત ટક્કર જોવા મળી. કોમનવેલ્થ ગેમ્સમાં સાઈના નેહવાલનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ ઉપલિબ્ધ મેળવનારી તે ભારતની પહેલી શટલર છે. આ પહેલા દિલ્હીમાં થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2010માં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે ખાસ વાત એ છે કે પહેલીવાર બેડમિન્ટન સિંગલ્સનો ગોલ્ડ અને સિલ્વર બન્ને મેડલ ભારતના ખાતામાં છે. આ પહેલા નવેમ્બર, 2017માં સીનિયર નેશનલ ચેિમ્પયનશિપમાં સાઈના અને સિંધુ આમને સામને હતા, જેમાં સાઈનાએ જીત મેળવી હતી.
આ ગેમનો પહેલો પોઈન્ટ સાઈના નેહવાલે મેળવ્યો હતો. જો કે થોડીક જ વારમાં સિંધુએ 1-1થી બરાબરી કરી લીધી હતી. 4 પોઈન્ટ સુધી બન્ને સરખા ચાલી રહ્યા હતા. ત્યારપછી સાઈનાએ સતત પાંચ પોઈન્ટ્સ મેળવ્યા અને 9-4થી આગળ નીકળી ગઈ હતી, થોડી જ વાર પછી 12-6 સ્કોર થઈ ગયો હતો. સિંધુએ બે વાર સતત પોઈન્ટ્સ મેળવીને કમબેક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સાઈનાએ કરવા ન દીધું. ડ્રાેપિ, સ્પિનનો ઉપયોગ કરીને સાઈનાએ આ ગેમ 22 મિનિટમાં પોતાના નામે કરી દીધી.
ંંંંંંં

print

Comments

comments

VOTING POLL