બેડી યાર્ડ પાસે પટેલ વેપારીના રૂા. ૫ લાખની લૂંટ

October 3, 2017 at 3:43 pm


શહેરમાં બંદોબસ્તમાં વ્યસ્ત રહેલી પોલીસનો ફાયદો ઉઠાવતા ચોર, ગઠીયા, લૂંટારૂ ટોળકી ફરી સક્રિય થઈ હોય તેમ મોરબી રોડ પર આવેલા બેડી નજીક માર્કેટીંગ યાર્ડના વેપારીને આંતરી બુકાનીધારી બે શખસોએ રૂા.૫ લાખની રોકડ તેમજ સ્કુટરની લૂંટ ચલાવી નાસી જતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે. માર્કેટીંગ યાર્ડના વેપારી જિલ્લા પંચાયત ચોક પાસે આવેલ બેંકમાંથી રૂા.૫ લાખ ઉપાડી સ્કુટરની ડેકીમાં મુકી યાર્ડે જતા હતા ત્યારે બેડી નજીક આંતરી વેપારીને પછાડી બુકાનીધારી બે શખસો લૂંટ ચલાવ્યાનું બહાર આવતા પોલીસે સીસીટીવી ફટેજના આધારે લૂંટારૂ બેલડીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર આવેલા બેડી નવા માર્કેટીંગ યાર્ડમાં મયુર ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા અને સંતકબીર રોડ પર ગઢીયાનગરમાં રહેતા દિલીપભાઈ ભીખાભાઈ પીપળીયા નામના પટેલ વેપારી આજે સવારે જિલ્લા પંચાયત ચોક પાસે આવેલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેંકમાંથી રૂા.૫ લાખ ઉપાડી જતા હતા. તે દરમિયાન બેડી નજીક એકટીવામાં ધસી આવેલા બે બુકાનીધારી શખસોએ અકસ્માત કરી વેપારીને મારકુટ કરી તેનું ઈટર્નેા સ્કુટર અને પાંચ લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ, કુવાડવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો. દરમિયાન પોલીસે જિલ્લા પંચાયત ચોકથી બેડી સુધીના સીસીટીવી ફટેજ કબજે કરી બન્ને શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની વધુ તપાસમાં માર્કેટીંગ યાર્ડના વેપારી દિલીપભાઈ કમીશન એજન્ટનો ધંધો કરતા હોય બેંકમાંથી રૂા.૫ લાખ ઉપાડી જતા હતા ત્યારે એકટીવામાં જતા હોય તે દરમિયાન પાછળથી ધસી આવેલા બુકાનીધારી શખસોએ પરમ દિવસે તું જ હતો ને ? તેમ કહી મારકુટ કરી સ્કુટર પરથી પછાડી દઈ લૂંટ ચલાવ્યાનું બહાર આવતા પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે.

વેપારીનું સ્કૂટર દોઢ કલાક બાદ ભગવતીપરામાંથી મળ્યું: રકમ ગુમ

બેડી માર્કેટ યાર્ડમાં કમીશન એજન્ટ તરીકે વ્યવસાય કરતા દિલીપભાઈ પીપળીયાનું રૂા.પાંચ લાખની રકમ સાથેનું સ્કૂટર લૂંટીને નાસી છૂટેલા શખસોએ એ વાહન ભગવતીપરામાં ફગાવી દીધું હતું.
ગાંધીગ્રામ પોલીસની ટીમ બનાવની જાણ થતા જ દોડધામમાં પડી ગઈ હતી. એ દરમિયાન ઘટનાના દોઢ કલાક બાદ ભગવતીપરામાંથી વેપારીનું ઈટર્નેા સ્કુટર મળી આવ્યું હતું. જો કે, એમાં રહેલી રૂા.પાંચ લાખની રકમ જોવા મળી ન હતી.

વેપારી બેંકેથી દરરોજ રકમ લઈને નીકળતા હોઈ રેકી કરાયાની આશંકા

વેપારી દિલીપભાઈ અને તેમના ભાગીદાર ધર્મેશભાઈ બેડી યાર્ડમાં કમિશન એજન્ટનો વ્યવસાય કરતા હોય તેઓ બન્ને વારાફરતી જિલ્લા પંચાયત ચોક પાસેની કોટક મહિન્દ્રા બેંકમાંથી પેઢીના ખાતામાંથી દરરોજ નાણા ઉપાડીને જતા હોય છે. આ બાબતે લૂંટારૂ ઈસમોએ વેપારીની રેકી કર્યા બાદ લૂંટને અંજામ આપી હોવાની પણ આશંકા સામે આવી છે.

print

Comments

comments

VOTING POLL