બેન્કનું રૂા.૬૮.૯૦ કરોડનું લેણું વસુલવા ૧૯ પેઢીની મિલકતો જપ્ત

September 13, 2017 at 3:15 pm


ધી સિકયુરિટાઈઝેશન એન્ડ રી–કન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરિટી ઈન્ટ્રસ્ટ એકટ–૨૦૦૨ની કલમ ૧૪ હેઠળ બાકીદારોએ બેન્કમાંથી લોન લીધેલી હોય અને બેન્કને તે લોન પરત કરવામાં નિષ્ફળ જાય ત્યારે બાકીદારની સિકયોર્ડ એસેટસનો કબ્જો સિકયોર્ડ ક્રેડિટર એટલે કે બેન્કને આપવાનો રહે છે. આ બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટ, ડો.વિક્રાંત પાંડેએ હાલમાં બેન્કોની ૧૯ જેટલી દરખાસ્તોમાં બાકીદારની મિલ્કતોનો કબ્જો બેન્કને અપાવવા સંબંધિત મામલતદારોને અધિકૃત કરતા હુકમો કરેલ છે જેમાં ૬૮ કરોડ ૯૦ લાખ ૪૪ હજાર રૂપિયાની વસુલાત કરવા માટે લોન ભરપાઈ ન કરતી પેઢીઓની સ્થાવર અને જંગમ મિલ્કતો કે જે બેન્કમાં તારણમાં મુકવામાં આવેલ હોય તેવી મિલ્કતોનો કબ્જો બેન્કોને અપાવવા મામલતદારોને જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.વિક્રાંત પાંડેએ આદેશ કરેલ છે

print

Comments

comments

VOTING POLL