બેન્કો કે બહારવટિયા?

March 10, 2017 at 8:32 pm


વિજય માલ્યા અને તેના જેવા અનેક લેભાગુ ડિફોલ્ટરોના ચરણોમાં લોટપોટ થઇ જતી ભારતીય બેન્કોને છાસવારે તેના સામાન્ય ગ્રાહકોને રંજાડવાની મજા આવે છે. સરકારી ફરમાન સ્વરૂપે આવેલો તુક્કાે હોય કે પછી ગ્રાહકોને ઝૂડી નાખવાની ચળ , પણ દેશની કેટલીક બેન્કોએ અચાનક જ અમુક તમુક મર્યાદાથી વધારેના કેશ ટ્રાન્ઝેક્શન પર જાતભાતના ચાજીર્સ લેવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત સામે દેશભરમાંથી ઉહાપોહ થયો છે. બેંકોમાં હવે દર મહિને ચારથી વધુ રોકડના વ્યવહાર માટે ચાર્જ ચૂકવવો પડશે. એચડીએફસી, આઇસીઆઇસીઆઇ સહિત અન્ય બેંકોએ રોકડના વ્યવહાર માટે ચાર્જ લગાવવાની શરુઆત કરી છે. દર મહિને ચાર વખત રોકડનો વ્યવહાર કર્યા બાદ, આેછામાં આેછો રુ. 150નો ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. આ નિયમ પહેલી માર્ચથી લાગુ કરવામાં આવ્યો છે. આ ચાજીર્સ સેવિંગ્સ અને સેલેરી એકાઉન્ટ માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.આઇસીઆઇસીઆઇ બેંકે તો બેંકમાં રોકડ જમા કરવા ઉપર પણ ચાજીર્સ લગાવવાની જાહેરાત કરી છે. ગમે ત્યાં રોકડ જમા કરાવવાની સુવિધા માટે બેંક પ્રત્યેક રુ. 1000 પર પાંચ રુપિયા (આેછામાં આેછા 150) વસૂલ કરશે. આવી જ રીતે એટીએમ ઈન્ટરચાર્જ ચાજીર્સ હવે ફરીથી અમલમાં આવી ગયા છે. એક્સિસ બેંકમાં પાંચ અથવા તો રુ. 10 લાખ સુધીના વ્યવહારો મફત રહેશે, ત્યારબાદ તેના પર પ્રત્યેક રુ. 1000 દીઠ રુ. પાંચ (આેછામાં આેછા) વસૂલ કરવામાં આવશે. કોઈ ઉપર માનસિક રીતે આક્રમણ કરવું હોય તો તે બેન્કો પાસેથી શિખવું પડે તેમ છે. નોટબંધીમાંથી માંડ નવરા પડેલા લોકો ઉપર ખાનગી બેન્કોએ આક્રમણ કરી બહારવટુ શરૂ કર્યું છે. આમ કરશો તો આટલા દેવા પડશે અને તેમ કરશો તો પણ અટલા તો દેવાજ પડશે આવું કહી કહીને ગ્રાહકોનું મગજ ખરાબ કરી નાખ્યું છે. સોશ્યલ મીડિયામાં પણ ખાનગી બેન્કો સામે જોરદાર નારાજગી જોવા મળી રહી છે.

આપણા પૈસા આપણે ઉપાડવા જઈએ કે મુકવા જઈએ તો તેના તેના પૈસા શા માટે દેવાના ં કાલે સવારે ઉઠીને બેન્કો તો એક કહેશે કે તમે અમારી બેન્કમાં ટ્રાન્ઝેકશન કરવાનું વિચારશો તો પણ 10-20 રૂપિયા કપાઈ જશે. અરે, કોઈકે તો મજાકમાં એવું પણ કહ્યું કે બેન્ક પાસેથી નીકળશુ તો પણ બેન્ક પૈસા માગી લેશે. એક મિત્રએ કરેલી મજાક વાંચીને લોથપોથ થઈ જવાયું. આ મિત્રએ કહ્યું કે મારા પેટમાં ગરબડ હતી અને મારે ત્રણ વખત ઉપરાઉપરી ટોયલેટમાં જવું પડéુ હતુ અને જેવો ચોથી વાર ગયો તે સાથે જ બેન્કમાંથી મેસેજ આવ્યો કે ચોથા ટ્રાન્ઝેકશનના પૈસા ચુકવવા પડશે.!!!! આ રીતે લુંટફાટ કરતી બેન્કોને સબક શિખવાનો સમય આવી ગયો છે. ટ્રાન્ઝેકશન ન કરીને પણ બેન્કોને સબક સિખવી શકાય છે વર્ષે કરોડો નહી પરંતુ અબજો રૂપિયા કમાતી બેન્કો આવા નાના-નાના ચાર્જ લેવામાં શા માટે મોઢુ નાખતી હશે તે સમજાતુ નથી. ગ્રાહકોને સારામાં સારી સવિર્સ આપવાનો દાવો કરતી આ ખાનગી બેન્કો ગ્રાહકોને પાછલા દરવાજેથી પણ લુંટવાની એક પણ તક છોડતી નથી. બેન્કો હિડન ચાજીર્સના નામે પોતાના ખીસ્સા ભરી રહી છે તે પણ બધા જાણે છે. દેશભરનાં વેપારીઆેનાં એક સંગઠન કોન્ફેડરેશન આેફ આેલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા તો આ ચાજીર્સને યોગ્ય રીતે જ ફાઇનાિન્સઅલ ટેરરિઝમ તરીકે આેળખાવાયા છે. નોટબંધી જાહેર થયા પછી પોતાના સ્ટાફને પાછલા બારણેથી મલાઇદાર કમાણી કરતાં નહી અટકાવી શકેલી બેન્કો પર હવે કેશલેસ ઇકોનોમીનું ભૂત સવાર થયું છે. નોટબંધી પછી દિવસોના દિવસો સુધી ગ્રાહકોને એક એક નોટ માટે ટટળાવનારી બેન્કો હવે ગ્રાહકો પર રોકડ વ્યવહારમાં ચાર્જની તિકડમબાજી કરી રહી છે. બેન્કોનું કામ જ ગ્રાહકોના પૈસા સાચવવાનું અને ગ્રાહક જ્યારે ઇચ્છે ત્યારે લેણદેણ કરી આપવાનું છે. બેન્કોની કમાણીનો મુખ્ય સ્ત્રાેત ગ્રાહકોએ તેને ત્યાં મૂકેલા પૈસા વધારે વ્યાજ દરથી અપાતી લોન હોય છે. ગ્રાહકો પર આવા ચાજીર્સ લાદીને બેન્કોની બેલેન્સ શીટ કાંઇ રાતોરાત ગુલાબી બની જવાની નથી.

માલ્યા ટાઇપના ડિફોલ્ટરો સાથે યારીદોસ્તી કરી મેનેજરોએ પધરાવી દીધેલી કરોડોની લોન ડૂબી ગઇ છે અને તેથી બેન્કો પર એનપીએનો જંગી બોજ આવી પડéાે છે. આ બોજ ગ્રાહકો પર લદાયેલા ચાજીર્સથી તસુભાર પણ આેછો થવાનો નથી. ચારથી વધુ રોકડ વ્યવહારો કરીને બેન્કો ગ્રાહકોની કઇ મોટી વિશિષ્ટ સેવા બજાવી દે છે કે તેના પર વિશેષ ચાર્જ લેવા પડેં રિઝર્વ બેન્ક અને ભારત સરકારનાં નાણાં મંત્રાલયે તત્કાળ દરમિયાનગીરી કરી બેન્કોને આ ચાર્જ લેતી અટકાવવી જોઇએ. કેશલેસ ઇકોનોમીને પ્રાેત્સાહન આપવાના બીજા ઘણા ઉપાયો છે અને સામાન્ય માણસનું કાંડુ મરડીને કેશલેસનો જયજયકાર પોકારાવો એ તો નરી દાદાગીરી છે. લોકોને કેશલેસનો મુદ્દાે પણ નડી રહ્યાે છે. હજુ પૂરા 120 દિવસ થયા નથી ત્યાં ફરીથી પુરાણી રીતરસમ અજમાવીને રોકડ વ્યવહાર કરવાની મનોવૃિત્ત વિકસી રહી છે. આ તમામને ચેતવણી આપવાની રહી કે તમામ બાબતો પર નજર રાખવામાં આવી રહી છે. જો બિનહિસાબી રોકડને પ્રાેત્સાહન મળે તેવું ફરીથી શરુ થશે તો તેની અતિ ભારે કિંમત હવે પછી ચુકવવી પડશે. આવે વખતે કોઈપણ પ્રકારની રહેમ દશાર્વાશે નહી અને પ્રજાની સહાનુભૂતિ કે સંવેદના તેમની સાથે નહી હોય. કાયદાનો ભંગ કરવો અને પકડાય ત્યારે ફરિયાદ કરવી તે બંને બાબતો વિશ્વમાં ક્યાંય ન ચાલે. ભારતમાં વર્ષો સુધી પ્રજા દ્વારા સહન કરવામાં આવ્યું છે. હવે કોઈ તસુભાર પણ જતું કરવા તૈયાર નથી. શા માટે અન્યના પાપની સજા પ્રજા ભોગવેં નોટબંધીને કારણે જ સામાન્ય પ્રજા રાહત અનુભવી રહી છે. સામાન્ય વર્ગને માેંઘવારીમાં પણ હવે શ્વાસ લઈ શકાય તેવું લાગી રહ્યું છે. અલબત્ત નોટબંધી માટે ટીકા થઈ રહી છે, પરંતુ તેમ કરનાર વર્ગ એવો છે કે જેમના પગ હેઠળ પાણી આવે છે. આટલા વર્ષો સુધી રાજકીય નબળાઈને કારણે બિનહિસાબી નાણાકીય વ્યવહાર ચાલ્યો, પરંતુ હવે ચાલવાનો નથી. સમાજમાં સાફસફાઈ થઈ રહી છે તે દરેકના હિતમાં છે. આવી બાબત માત્ર મર્યાદિત વર્ગ પૂરતી જ નથી. વેપારીવર્ગ બિનહિસાબી નાણાકીય વ્યવહાર બંધ કરે અને સરકારી નોકરીઆત લાંચ-રુશ્વત બંધ કરે તો સમાજનો ઉત્કર્ષ થાય.

print

Comments

comments

VOTING POLL