બેન્કો દ્વારા ગેસ સબસીડીમાંથી ન્યુનત્તમ બેલેન્સ ચાર્જની વસૂલાત

April 16, 2018 at 10:31 am


રસોઈ ગેસ સબસીડીનો લાભ લેવા માટે ગ્રાહકોના બેન્ક ખાતામાં ન્યુનત્તમ રકમ આવશ્યક છે. જો તમારા ખાતામાં ન્યુનત્તમ રકમ ન હોય તો બેન્ક સબસીડીની રકમમાંથી જ તેના પર લાગનારો ચાર્જ વસૂલ કરશે.

જે ગ્રાહકો પાસે જનધન એકાઉન્ટ છે તેમને ન્યુનત્તમ રકમ રાખવાની આવશ્યકતા નથી. પેટ્રાેલિયમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સરકાર ગેસ એજન્સીના બિલ બનાવવાની સાથે જ ગ્રાહકોના ખાતામાં એલપીજી સબસીડીને ટ્રાન્સફર કરી દે છે. આેલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટિ²બ્યુટર્સ ફેડરેશનના પ્રમુખ ચંદ્રપ્રકાશે જણાવ્યું કે સબસીડી ન મળવા અથવા આેછી મળવાની ઘણી ફરિયાદો મળતી હતી તેથી તપાસ કરતાં ખુલાસો થયો કે બેન્કે ન્યુનત્તમ રકમ ન હોવાના બદલામાં આ રકમ દંડ સ્વરૂપે સરભર કરી છે.

ચંદ્રપ્રકાશે કહ્યું કે જે ગ્રાહકોએ પોતાનું બચત ખાતું એલપીજી સબસીડી સાથે લિન્ક કરાવી રાખ્યું છે તેમાં પણ બેન્કના નિયમ અનુસાર ન્યુનત્તમ રકમ રાખવી અનિવાર્ય છે. એલપીજી સબસીડીને લઈને બેન્ક નિયમોમાં કોઈ ફેરફાર થયો નથી.

આ સાથે જ પેટ્રાેલિયમ મંત્રાલયે હપ્તે એલપીજી સ્ટવ અને ગેસ સિલીન્ડર લેનારા વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઆેને પણ રાહત આપી છે. પેટ્રાેલિયમ મંત્રાલયે કહ્યું કે ઉજ્જવળા યોજના હેઠળ હપ્તે ગેસ સ્ટવ લેવા ઉપર પણ રાહત મળશે. મંત્રાલયે એલપીજી સ્ટવના હપ્તાને છ સિલીન્ડર સુધી સ્થગિત કરી દીધા છે મતલબ કે જો ઉજ્જવલા લાભાર્થી હપ્તે સ્ટવ ખરીદે તો તે છ સિલીન્ડર લેવા સુધી સબસીડી તેના બેન્ક એકાઉન્ટમાં જમા થશે. અત્યાર સુધી એલપીજી સબસીડી પહેલાં ગેસ સ્ટવના હપ્તાને પૂરા કરવામાં આવતા હતા.

print

Comments

comments

VOTING POLL