બે પુરૂષ અને બે મહિલા સાથે વધુ ચારને સ્વાઇન ફ્લુ

January 12, 2019 at 9:57 am


કચ્છમાં તાપમાન ઘટતાં આશિક ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યાાે હોવા છતાં પણ સ્વાઇન ફ્લુનાં દરદીઆેમાં ઘડાડો થવાનું નામ લેતાે નથી. પાેઝીટીવ કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યાાે હોવાને કારણે ગઇ કાલ સુધી 37 જેટલા પાેઝીટીવ કેસ નાેંધાઇ ચૂક્યા હતાં, તેમાં આજે વધુ ચાર દરદીઆેનાે ઉમેરો થતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 41 પર પહાેંચી ગયો છે, તાે આ પૈકી 14 દરદીનાં પણ મૃત્યુ થઇ ચૂક્યા છે.
જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે, પરંતુ સ્વાઇન ફ્લુના પાેઝીટીવ કેસ નાેંધાવાની સંખ્યામાં લેસ માત્ર ઘટાડો જોવા મળતાે નથી. આજે પણ બે પુરૂષ અને બે મહિલા મળીને એક સાથે વધુ ચાર કેસ નાેંધતાં પાેઝીટીવ કેશનાે આંક વધીને 41 ઉપર પહાેંચી ગયો છે. જ્યારે ગત વર્ષનાં કેસનાે સમાવેશ કરવામાં આવેતાે પાેઝીટીવ કેસનાે આંક 223 પર પહોચ્યો છે.
આજે જે ચાર દરદીમાં પાેઝીટીવ લક્ષણો સામે આવ્યા તેમાં ભુજ તાલુકાનાં સુખપર ગામમાં રહેતા 83 વષીૅય અને 72 પુરૂષ, ભુજની 48 વષીૅય મહિલા અને નારણપરની 75 વષીૅય મહિલાનાે સમાવેશ થાય છે. આ ચારેય દરદીની તબીયત લથડતા તાત્કાલિક અસરથી નજીકની હોÂસ્પટલમાં વધુ સારવાર અથેૅ ખસેડવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છેકે, 1 જાન્યુઆરી 2018થી 31 ડીસેમ્બર સુધીમાં કચ્છમાં સ્વાઇન ફ્લુનાં કુલ 182 જેટલા પાેઝીટીવ કેસ સામે આવ્યા છે, તે પૈકી 14 દરદીનાં મોત થઇ ચૂક્યા છે. જ્યારે જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 41 પાેઝીટીવ કેસ સામે આવતાં જીલ્લામાં કુલ પાેઝીટીવ કેસની સંખ્યા 223 થઇ ચૂકી છે. તાે દિન પ્રતિદિન વધી રહેલા પાેઝીટીવ કેસને લઇને આરોગ્યતંત્ર રીતસરનુ ઉંધા માથે જોવા મળી રહી છે.

print

Comments

comments

VOTING POLL