બે બહેનોને આંતરી બે શખ્સોએ બાવડુ પકડી નિર્લજજ હુમલો કરી ફરાર

October 7, 2017 at 11:36 am


તળાજા તાબેના પ્રતાપરાનો બનાવ
તળાજા તાલુકાના પ્રતાપરા ગામે નવરાત્રીના છેલ્લા નોરતે ગરબે રમી પરત ઘરે આવી રહેલી બે બહેનોને આજ ગામના બે શખ્સોએ આંતરી બાવડુ પકડી બિભત્સ માંગણી કરી હતી તેમજ ગત ગુરૂવારે સગીરા વાડીએ કામ કરતી હતી ત્યારે બંને શખ્સોએ વાડીએ જઇ છરીની અણીએ દુષ્કર્મની માંગ કરતા સગીરાએ બુમાબુમ કરતા બંને શખ્સો નાસી છુટéા હતા.
આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના પ્રતાપરા ગામે રહેતી કોળી યુવતિ અને તેની 17 વર્ષની બહેન નવરાત્રીના નવમાં નોરતે ગરબે રમી મોડી રાત્રે ઘરે આવતી હતી ત્યારે આજ ગામના ધનસુખ બટુકભાઇ ગુજરીયા અને વિપુલ કરણભાઇ કોળીએ બંને બહેનોને આંતરી બાવડુ પકડી નિર્લજ્જ હુમલો કર્યો હતો.
આ બનાવ બાદ ગત ગુરૂવારે બપોરે સગીરા તેની વાડીએ કામ કરતી હતી ત્યારે બંને શખ્સોએ વાડીએ આવી ધનસુખે છરી બતાવી ધમકી આપી દુષ્કર્મ આચરવા દેવાની માંગ કરતા સગીરાએ બુમાબુમ કરતા બંને શખ્સો નાસી છુટéા હતા. આ બનાવ અંગે સગીરાને બહેનને દાઠા પોલીસમાં બંને શખ્સો વિરૂધ્ધ ફરીયાદ લખાવતા પોલીસે ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL