બે મોઢાળા નેતાઆે

April 24, 2018 at 10:23 am


પ્રજા સમક્ષ સ્ત્રી સન્માનની વાતો કરી રહેલા આપણા નેતાઆે કેવો બે બાજુનો ચહેરો ધરાવે છે તે હમણા ધ્યાનમાં આવ્યું છે. દેશમાં હાલ કથુઆ અને ઉન્નાવ ગેંગરેપ સહિતના મહિલા વિરોધી ગુન્હા બાબતે વ્યાપક રીતે ઉહાપોહ થઇ રહ્યાે છે. લગભગ બધા રાજકીય પક્ષોએ આ કેસો સંદર્ભમાં મગરના આંસુ સાયા¯ છે. આ સમયે જ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્ર્સ દ્વારા અપાયેલો એક અહેવાલ આ રાજકીય પક્ષોના દંભનો પડદો ચીરી દે છે. આ અહેવાલ મુજબ હાલ દેશના 45 ધારાસભ્યો અને ત્રણ સાંસદો એવા છે જેમની સામે મહિલા પર અત્યાચારના ગંભીર ગુન્હાઆે દાખલ થયેલા છે. આ નેતાઆે સામે બળાત્કાર, લગ્નના ઇરાદે મહિલાનું અપહરણ, ટ્રાફિકિંગ, છેડતી તથા બળજબરી સહિતના ગુન્હા દાખલ થયેલા છે.

ભાજપ આવા સૌથી વધુ 12 સાંસદો કે ધારાસભ્યો સાથે મોખરે છે. તે પછીના ક્રમે શિવસેનાના સાત અને તૃણમૂળ કાેંગ્રેસના છ જનપ્રતિનિધિઆે છે. આવાં તત્વોને ટિકિટ આપવામાં કોઇ રાજકીય પક્ષ પાછળ નથી. એક આંકડા મુજબ લોકસભા અને ધારાસભાની ચૂંટણી લડી ચૂકેલા 327 ઉમેદવારોએ પોતાની એફિડેવિટમાં પોતે મહિલા વિરોધી ગુન્હાઆેના આરોપી હોવાની માહિતી આપી છે. સંબંધિત રાજકીય પક્ષોના મોભીઆેને પૂછાવું જોઇએ કે આ ઘટસ્ફોટ બાબતે તેમનું શું કહેવું છે ં તેઆે આવા નેતાઆેને ટિકિટ આપીને લોકસભા કે ધારાસભામાં મોકલી રહ્યા છે તેનો અર્થ એ કે તેઆે એટલા વગદાર બની રહ્યા છે કે પોતાની સામેના કેસો નબળા પાડી શકે. જો બધા રાજકીય પક્ષો મહિલાઆે પરના અત્યાચારો અટકાવવા માટે પ્રતિબÙ હોય તો સામે ચાલીને આવા નેતાઆેની યાદી જાહેર કરવી જોઇએ અને તેમને તાબડતોબ પક્ષમાંથી હાંકી કાઢવા જોઇએ. કમસેકમ તેમને કોર્ટ દ્વારા િક્લનચીટ ના મળે ત્યાં સુધી લોકસભા કે વિધાનસભામાં તો ના જ મોકલવા જોઇએ.

આવા સાંસદો અને ધારાસભ્યોની સૌથી વધારે સંખ્યા ભાજપમાં છે. અત્યારે કેન્દ્રમાં અને મોટાભાગનાં રાજ્યોમાં પણ ભાજપની સરકાર છે. શાસક પક્ષ તરીકે ભાજપની એ નૈતિક જવાબદારી બને છે કે તે પોતે પહેલ કરે અને આવા સાંસદો કે ધારાસભ્યોને હાંકી કાઢે. જ્યાં સુધી આવા ગુન્હાઇત નેતાઆેને છાવરવામાં આવતા રહેશે ત્યાં સુધી મહિલા સુરક્ષા કે બેટી બચાવોની મોવડીઆેની તમામ વાતો પોથીમાંના રિ»ગણા જેવી જ પોકળ રહેશે.

print

Comments

comments

VOTING POLL