બે સ્થળેથી 22 હજારના વિદેશી દારૂ સાથે ત્રણ ઝબ્બે

November 7, 2018 at 2:02 pm


માલવીયાનગર પોલીસે ગઈકાલે રાત્રીના બે સ્થળેથી ત્રણ શખસોને રૂા.22 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપી લઈ દારૂ તથા ચાર બાઈક મળી સવા લાખનો માલ કબજે કર્યો હતો.
માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ધામા સહિતના પોલીસ સ્ટાફે ગઈકાલે રાત્રીના પેટ્રાેલીગ દરમિયાન પંચશીલ સોસાયટી મેઈન રોડ પર ચાલી રહેલા દારૂના કટીગને પકડી પાડયું હતું. આ સ્થળેથી પોલીસે હરેશ ઉર્ફે મુન્નાે જેન્તી વસંત (રહે. શ્રીનાથજી સોસાયટી) નામના શખસની ધરપકડ કરી તેની પાસેથી 10 હજારની કિંમતના વિદેશી દારૂની 20 બોટલ કબજે કરી હતી. પોલીસે દારૂ તથા બે બાઈક મળી રૂા.50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના પેટ્રાેલીગ સ્ટાફે અન્ય એક દરોડામાં આંબેડકર ચોકમાંથી સલીમ કાસમ સાંધ (રહે. ન્યુ થોરાળા-1) તથા સદામ મહેબુબ ભુવડ (રહે. ગંજીવાડા-31) નામના બે શખસોને 12 હજારની કિંમતના વિદેશી દારૂની 24 બોટલ સાથે ઝડપી લીધા હતા. આ બન્ને ઈસમો પાસેથી પણ પોલીસે રૂા.60 હજારના બે બાઈક કબજે કર્યા હતા.

print

Comments

comments

VOTING POLL