બૈયાવો નજીક નીલગાય ઘાયલ હાલતમાં મળી આવી

September 6, 2018 at 9:11 pm


જંગલ વિસ્તારમાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવી જરૂરી

લખપત તાલુકાના બૈયાવો નજીક એક નીલગાય ઘાયલ હાલતમાં મળી આવતા તેની સારવાર જીવદયા પ્રેમીઆેએ કરી હતી.
જાણવા મળતી વિગતાે મુજબ એક નીલગાયને શ્વાને ઘાયલ કરી હતી. ગામના જાડેજા કુંભાજી તેજમલજીએ વનવિભાગને વાકેફ કર્યા હતા. વનવિભાગના જેઠીબેન ભુવા, ઉમરભાઈ જત સ્થળ પર આવી પહાેંચ્યા હતા અને આ ઘાયલ નીલગાયને સારવારઅથેૅ પશુ દવાખાનામાં લઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, લખપત તાલુકામાં વરસાદ ખેંચાઈ રહ્યાાે છે ત્યારે પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પશુઆે માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તે ઈચ્છનીય બની રહે છે.

print

Comments

comments

VOTING POLL