બોટમાલિકોના વેટ રીફડં સહાય ચૂકવવાના નવા નિયમોનો ભારે વિરોધ

March 13, 2018 at 6:16 pm


પોરબંદર સહિત રાયના બોટમાલિકોના વેટ રીફડં સહાય ચૂકવવાના નવા નિયમોનો ભારે વિરોધ થયો છે અને એક મહિના પહેલા મુખ્યમંત્રીએ ખાતરી આપી હોવા છતાં હજુ સુધી નિર્ણય નહીં લેવાતા આર્ય સર્જાયું છે.
અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળના ઉપપ્રમુખ અને બોટ એસો. ના પ્રમુખ ભરતભાઈ મોદીએ મત્સ્યોધોગમંત્રી આર.સી. ફળદુને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગનું તા. ૧૫૪૨૦૧૭ તેમજ મત્સ્યોધોગ કમીશ્નર–ગાંધીનગર તા. ૫ જાન્યુઆરી ૨૦૧૮ થી ડીઝલ વેટ રીફડં સહાય ચૂકવવા નવા નિયમો અમલી કરવામાં આવેલ છે, જેમાં રાયભરના માછીમારો દ્રારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે તા. ૨૦૨ ના રોજ મીટીંગમાં ચર્ચા થયા મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ચર્ચા વિચારણા કરી માચ્છીમારોના હિતમાં નિર્ણય લેવા ખાત્રી આપવામાં આવી હતી પરંતુ તેને આજે એક મહિના જેટલો સમય થવા છતાં આજદિન સુધી હજુ કોઈ નિર્ણય આવેલ નથી.
મત્સ્યોધોગ વિભાગ દ્રારા માછીમારોના ડીઝલ વેટ રીફડં ખરીદીના બીલો મત્સ્યોધોગ કચેરીમાં નવા નિયમો પ્રમાણે સ્વીકારવાનો હઠાગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જેનો માછીમારો સખ્ત વિરોધ દર્શાવી જુના નિયમો મુજબ ડીઝલ ખરીદીનાં તમામ બીલો મત્સ્યોધોગ કચેરીમાં સ્વીકારવા ગુજરાતના તમામ માછીમારો દ્રારા માંગણી કરવામાં આવી રહી છે જે બાદ સરકારની સાથે ચર્ચા કરી જે નિર્ણય આવશે તે મુજબ અમલ કરશું. ગુજરાતના તમામ માછીમારો વતી અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળે સહમતી દર્શાવી છે તેમ છતાં મત્સ્યોધોગ વિભાગ જીદ્દી વલણને કારણે ગુજરાતના અનેક બંદરો ઉપર મત્સ્યોધોગ કચેરીમાં માછીમારોના ડીઝલ વેટ રીફંડના બીલો સ્વીકારવામાં ન આવવાથી માછીમારોમાં ભારે નારાજગી અને આક્રોશ છે.
જેથી સરકારની નવી નીતિઓમાં કોઈ આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી જુના નિયમો મુજબ તમામ બોટ ધારકોના ડીઝલ ખરીદીના બીલો મત્સ્યોધોગ કચેરી ખાતે સ્વીકારવા તાત્કાલીક નિર્ણય થવા માંગણી છે તેમ માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું

print

Comments

comments

VOTING POLL