બોટાદના હોમિયાપેથી ડોકટરે આેપરેશન વગર કિડનીમાંથી કાઢી પથરી

January 10, 2019 at 11:52 am


બોટાદના હોમોયોપેથીક ડોક્ટરને ગોલ્ડન બુક આેફ રેકોડમાં સ્થાન મળ્યું છે. ડો.જીગ્નેશ હડીયલે હોમિયોપેથીની દવા આપી વગર આેપરેશને કિડનીમાંથી પથરી કાઢી રેકોડ સજ્ર્યો છે. ગોલ્ડન બુક આેફ રેકોડના એશિયાના અધિકારી દ્વારા આજે ડો .જીગ્નેશને સન્માન પત્ર આપવામાં આવ્યું છે.

આેપરેશન વગર કિડનીમાંથી પથરી કાઢવાનો રેકોડ તેમના નામે કર્યો છે. આની પહેલા આ રેકોડ ઇન્દોરના ડોક્ટરના નામે હતો. જેને 11 /6 એમએમની પથરી કાઢી હતી. ત્યારે આજે બોટાદના ડોકટરે આ રેકોડ તોડી બોટાદ નહી પણ સમગ્ર ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું છે.

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો આવી એક કેહવત છે, ત્યારે આ કહેવત સાર્થક થતી હોય તેવું બોટાદમાં બન્યું છે. બોટાદ શહેરના સામન્ય ગરીબ પરિવારમાંથી આવતા અને પાળીયાદ રોડ પર નીરામિક હોમિયોપેથીની કલીનીક ધરાવતા ડો.જીગ્નેશ હડીયલ એ સાબિત કરી બતાવ્યું છે.

ડો .જીગ્નેશ હડીયલ બી.એચ.એમ.એસનો અભ્યાસ કરી હોમિયોપેથીનું કલીનીક ચલાવે છે અને પથરીની દદ}આેને સારવાર આપે છે અને અત્યાર સુધીમાં 2000થી વધારે દદ}આેને હોમિયોપેથીની દવા આપી સારવાર આપેલ છે.

ડો જીગ્નેશ હડીયલ 2016માં બોટાદના લાઠીદડના દદ}ને દવા આપી અને વગર આેપરેશને સામન્ય ખર્ચમાં પેશાબ નળીમાંથી 20 /9.5એમએમની પથરી કાઢી રેકોડ સજ્ર્યો હતો. અને 2016માં તેમને ગોલ્ડન બુક આેફ ઇન્ડિયા પોતાનું નામ નોધ્યું હતું, અને ત્યાર બાદ પાછુ 31-12-2017 ના રોજ પેશાબ નળીમાંથી 21/3 એમએમની પથરી કાઢી પોતાનો જ રેકોડ તોડéાે હતો.

print

Comments

comments

VOTING POLL