બોટાદમાંથી ફરાર સાબરકાંઠા ધાડપાડુ ઝડપાયો

July 2, 2018 at 12:16 pm


છેલ્લા 4 વર્ષથી આ આરોપી નાસતો-ફરતો હતો

સાબરકાંઠાના પ્રાંતિજ અને કલોદ પોલીસ સ્ટેશનમાં નાેંધાયેલા ગુનામાં નાસતા-ફરતા આરોપીને બોટાદમાંથી એલ.સી.બી., એસ.આે.જી.એ પેટ્રાેલીગ દરમ્યાન ઝડપી લઇ બોટાદ પોલીસને સાેંપી દીધો છે.
ભાવનગર રેન્જ આઈજી અમીતકુમાર વિશ્વકમાર્ની ભાવનગર અને બોટાદ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઆેને ઝડપી લેવાની સુચનાના પગલે બોટાદ એસપી.સજનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબી, એસઆેજી સ્ટાફના એએસઆઈ. ડી.એમ.ત્રિવેદી, હેકો.ભગવાનભાઈ, હેકો.મહાવીરસિંહ, પોકો.હસુભાઈ, ભારદ્વારાજભાઈ વગેરેએ પેટ્રાેલિંગ દરમિયાન મળેલી હકીકતના આધારે બોટાદ શહેરના તાજપર સર્કલ પાસેથી સાબરકાંઠાના પ્રાંતીજ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નં.116/ર014 ના આઈપીસી કલમ 39પ, 394, 170, 1ર0/બી તેમજ તલોદ પોલીસમથકના ફસ્ર્ટ ગુના રજિસ્ટર નં.66/ર01પ ના ઈપીકો કલમ 364, 368, પ06 મુજબના ગુનામાં નાસતાફરતા આરોપી મહેશ ચતુરભાઈ સીતાપરા (ઉવ.39, રહે. ચંદરવા, તા.રાણપુર, જિ.બોટાદ)ને ઝડપી લઈ સીઆરપીસી કલમ 41(1)આઈ મુજબ અટક કરી બોટાદ પોલીસ સ્ટેશનને સાેંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

print

Comments

comments

VOTING POLL