બોરતળાવમાં જ્યાં ત્યાં મૂતિર્ નહી પધરાવી શકાય, ખાસ વ્યવસ્થા ગોઠવાઈ

August 22, 2018 at 12:44 pm


પાણીને પ્રદુષિત થતું રોકવા પાનવાડી વિકાસ સમિતિએ બીડું ઝડપ્યું, તંત્ર સંપૂર્ણ સહયોગમાં રહેશે

સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સરકારી અભિયાન વચ્ચે ભાવેણાના સામાજિક મંડળે પાણી ને પ્રદુષિત થતું રોકવા ખરા અથર્માં કામગીરી કરવા આયોજન ઘડી કાઢ્યું છે. 25મીએ દશામાંના વ્રતની પુણાર્હુતી થઈ રહી છે ત્યારે બોરતળાવ ખાતે મૂતિર્ પધરાવવા ભાવિકો ઉમટી પડશે. કેમીકલ યુક્ત મૂતિર્ પાણીમાં પધરાવી એ જ પાણી નળ વાટે આપણા ઘર સુધી આવે છે અને નગરજનો પાણી પીવા મજબૂર બને છે ત્યારે બોરતાળવ ખાતે સમગ્ર પાણી દૂષિત ન થાય અને મૂતિર્ વિસર્જનમાં લાગણીને ઠેસ પણ ન પહાેંચે એવી રીતે અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ છે.
દશામાં વ્રત ધારી બહેનો તેમની આસ્થા શ્રધ્ધા સાથે છેલ્લે દિવસે દશામાં મુતિર્ પુજન કરી નદી, સરોવર, તળાવમાં મુતિર્ પધરાવતા હોય છે. આ વર્ષે પણ આ પરંપરા ચાલુ હોય તેની સાથે પાનવાડી વિકાસ સમિતિની ટીમ ઇનોવેટીવ કાર્યક્રમ સાથે આ મુતિર્આે આપણા બોરતળાવ જે ભાવનગરના નગરજનોને પીવા માટે ઉપયોગ કરવામાં આવતુ હોય ત્યારે તા.25/8/18આ સમિતિનાં સભ્યો દ્વારા બપોરે 3 થી 6 દરમ્યાન ગૌરીશંકર તળાવ (બોરતળાવ)ના કીનારે દશામાંની મુતિર્આે એક જગ્યાએ એકત્રીત કરી અને લોકોની લાગણી શ્રધ્ધાને ઠેસ ન પહાેંચે તે રીતે વિસર્જન કરશે.
આ મુતિર્આે બનાવવામાં વપરાતા કેમીકલ્સ, કલર તથા અન્ય વસ્તુથી આ પીવાનું પાણી દુષીત ન થાય અને જયાં ત્યાં મુતિર્આે પડી ન રહે તે માટે આવો નવતર પ્રયોગ સમિતિની ટીમે કર્યો છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા વોટર વર્કસ વિભાગની ટીમ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પણ સહયોગી બનશે સાથે આવી સ્વચ્છતા માટેની સ્વયંભુ જાગૃતિ કેળવાય રહી છે તે અંગે મેયર, ચેરમેન, સ્ટેન્ડીગ કમિટિની ઉપિસ્થતીમાં આરોગ્ય સમિતિનાં ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડે.ચેરપર્સન બીનાબા રાયજાદા અને જાહેર આરોગ્ય કમિટિના સમગ્ર સભ્યો આવા ઉમદા કાર્યોને આવકારી રહ્યા છે અને આ પ્રવૃતિમાં લોકો પણ જોડાય અને સ્વચ્છતા પ્રેમી બને તેવી અપીલ કરાઇ છે.

print

Comments

comments

VOTING POLL