બોર્ડ પરીક્ષાઓમાં ગ્રેડ સુધારવાના ચક્કરમાં હવે વધારીને નંબર નહીં આપી શકાય

October 7, 2017 at 10:28 am


બોર્ડ પરીક્ષાઓમાં ગ્રેડ સુધારવાના ચક્કરમાં વધારીને આપવામાં આવતાં અંક (મોડરેટ નંબર)નો ખેલ હવે ખતમ થઈ જશે. બોર્ડ માટે હવે કોઈ કારણ વગર નંબર વધારવાનું સંભવ નહીં બને. માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ અંગે એક એડવાઈઝરી જારી કરી તમામ બોર્ડને આ પ્રથા બંધ કરવા માટે કહ્યું છે. ખાસ વાત એ છે કે સીબીએસઈ સહિત તમામ બોર્ડ સાથે આ મુદ્દે ગતવર્ષે જ સહમતિ સધાઈ ગઈ હતી આમ છતાં અમુક રાજ્યોમાં આ ખેલ બંધ કરવામાં આવ્યો નહોતો !

માનવ સંશાધન વિકાસ મંત્રાલયના સ્કૂલ શિક્ષા વિભાગના સચિવ અનિલ સ્વપે આ વાતને ધ્યાનમાં રાખી તમામ બોર્ડ માટે સુચના જારી કરી છે. સાથોસાથ કહ્યું છે કે પરીક્ષા મૂલ્યાંકનની વિશ્ર્વસનીયતા માટે મોડરેટ વ્યવસ્થા યોગ્ય નથી તેથી આ પ્રથાને બંધ કરવામાં આવે. તેમણે કહ્યું કે ગત વર્ષે જ તમામ રાજ્યોના બોર્ડ આ વ્યવસ્થાને ખતમ કરવા માટે સહમત થઈ ગયા હતા પરંતુ જ્યાં સુધીમાં આ નિયમને લાગુ કરાય તે પહેલાં તો મોટાભાગના રાજ્યોમાં પરીક્ષાઓ થઈ ચૂકી હતી.
એડવાઈઝરી અનુસાર બોર્ડ હવે એ જ પરિસ્થિતિઓમાં મોડરેટ નંબર આપી શકશે જ્યારે પ્રશ્ર્નપત્રમાં ભૂલ રહી ગઈ હોય અથવા તે સ્પષ્ટ ન હોય. આવી સ્થિતિમાં વધારીને અપાનારા નંબરની જાણકારી બોર્ડને દર વર્ષે પોતાની વેબસાઈટ પર આપવા માટે કહેવાયું છે. એડવાઈઝરીમાં પરીક્ષાઓના મૂલ્યાંકન માટે એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તૈયાર કરવાની વાત કહેવામાં આવી છે. આ માટે રાજ્યો પાસેથી 31 ઓક્ટોબર સુધી સલાહ માગી છે.
મંત્રાલયે કહ્યું ચે કે જો કોઈ વિદ્યાર્થીને નાપાસ થવાથી બચાવવો છે તો તેને ગ્રેસ માર્ક અપાઈ શકે છે પરંતુ ગ્રેસ માર્ક કેટલા આપવા તે વાત રાજ્ય તેના સ્તરેથી નક્કી કરી શકે છે.

print

Comments

comments

VOTING POLL