બોલિવુડની છ મહિનામાં 2000 કરોડની કમાણી

July 31, 2018 at 7:35 pm


વર્ષ 2018ના પ્રથમ છ મહિનાના ગાળામાં જ બાેલિવુડે રેકોર્ડ કમાણી કરી લીધી છે. છ મહિનામાં બાેલિવુડે બાેક્સ આેફિસ પર 2000 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે ગયા વર્ષે શરૂઆતના છ મહિનામાં કમાણીનાે આંકડો માત્ર 1550 કરોડનાે રહ્યાાે હતાે. રસપ્રદ બાબત એ છે કે આમાં પણ 500 કરોડથી વધુની કમાણી એકલી બાહુબલી દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં છ મહિનામાં બાેલિવુડની અનેક ફિલ્મો સુપરહિટ રહી છે. જેમની કમાણી રેકોર્ડ તાેડ રહી છે.બાેલિવુડ માટે આ વષેૅ ખુબ સારા સંકેતાે મળી રહ્યાા છે. છેલ્લા વષેૅ બાેલિવુડ માટે કોઇ સારા સમાચાર રહ્યાા ન હતા. એ વખતે બાેલિવુડ વાળા 150 કરોડ રૂપિયાવાળી ફિલ્મને લઇને પણ ઉત્સુક હતા. એમ તાે ગયા વષેૅ 10 ફિલ્મો 100 કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી કરી ગઇ હતી. પરંતુ તેમાંથી બાહુબલી -2, ટાઇગર જિન્દા હે અને ગાૈલમાલ રિટનૅને છોડી દેવામાં આવે તાે કોઇ ફિલ્મ 150 કરોડના આંકડાને પાર કરી શકી ન હતી. કેટલાક લોકો યોગ્ય રીતે જ કહે છે કે જો શરૂઆત સારી છે તાે અંત પણ જોરદાર રહેનાર છે. આવષેૅ હજુ કેટલીક મોટી ફિલ્મો રજૂ થવા જઇ રહી છે. જેમાં 15મી આેગષ્ટના દિવસે અક્ષય કુમારની ગાેલ્ડ ફિલ્મ રજૂ થનાર છે. જહોન અબ્રાહમની સત્યમેવ જયતે આવનાર છે. દિવાળી પર આમીર ખાનની ઠગ્સ આેફ હિન્દુસ્તાન રજૂ કરવામાં આવનાર છે. આમીરખાનની છેલ્લી ફિલ્મ દંગલે 385 કરોડની કમાણી કરી હતી. જાણકાર લોકો માની રહ્યાા છે કે આમીર ખાનની નવી ફિલ્મ 500 કરોડમાં જઇ શકે છે. 29મી નવેમ્બરના દિવસે ભારતીય સિનેમાની સાૈથી મોંઘી ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ નામ ટુ રાખવામાં આવ્યુ છે. જેમાં અક્ષય કુમાર અને રજનિકાંતની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત ટોટલ ધમાલ, શાહરૂખ ખાનની જીરો અને રણવીર િંસહની સિમ્બા પણ રજૂ કરવામાં આવનાર છે. આ તમામ ફિલ્મો પાસેથી જંગી કમાણીની આશા રાખવામાં આવી રહી છે. આ વર્ષે જે ફિલ્મે સાૈથી વધુ કમાણી કરી છે તે રણબીરની સંજુ રહી છે. આ ફિલ્મ 333 કરોડની કમાણી કરી ચુકી છે. પદ્માવત પણ 302 કરોડ સુધી કમાણી કરી ચુકી છે. રેડ, બાગી, રાજી પણ 100 કરોડની ક્લબમાં સામેલ રહી છે. રેસ-3 ફિલ્મ 166 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે.

print

Comments

comments

VOTING POLL