બોલિવૂડના એક પણ કલાકારે ફોન સુદ્ધા ન કર્યોઃ કાદરખાનના પુત્રની નારાજગી

January 4, 2019 at 11:55 am


બોલિવૂડના જાણીતા અભિનેતા કાદર ખાનના નિધન બાદ તેનો પુત્ર સરફરાઝ ફિલ્મી દુનિયાના સીતારાઆેથી નારાજ થયો છે. સરફરાઝે જણાવ્યું કે તેના પિતાના અવસાન બાદ અનેક કલાકારોએ તેને ફોન કરવાની તસ્દી પણ લીધી નથી.

સરફરાઝે કહ્યું કે જ્યાં સુધી તેના પિતા ફિલ્મોમાં કાર્યરત હતા ત્યારે બોલિવૂડના લોકો તેના ઘેર અવર-જવર કરતાં રહેતા હતા અને લોકો તેમને યાદ પણ કરતા હતા પરંતુ જ્યારથી કાદરખાન ફિલ્મી દુનિયાથી દૂર થયા તો લોકો પણ તેમનાથી દૂર જતાં ગયા હતા.

સરફરાઝે જણાવ્યું કે તેના પિતા અંતિમ સમય સુધી જે અભિનેતાને યાદ કરતાં રહ્યા હોય તેવા એકમાત્ર અભિનેતા અમિતાભ બચ્ચન છે. બન્નેને એકબીજા સાથે લાગણી હતી અને અંતિમ સમય સુધી અમિતાભ બચ્ચન ફોન મારફતે તેમના હાલચાલ પૂછતાં રહેતા હતા.

કાદર ખાનના દેહાંત બાદ ગોવિંદાએ કહ્યું હતું કે કાદર મારા પિતા સમાન હતા. આ અંગે સરફરાઝે કહ્યું કે ગોવિંદાને આટલી જ લાગણી હતી તો તેણે કેમ ક્યારેય તેમની તબિયત જાણવાની કોશિશ કરી નહોતી. ત્યાં સુધી કે તેના પિતાના નિધન બાદ ગોવિંદાનો એક ફોન પણ આવ્યો નથી.

સરફરાઝે વધુમાં કહ્યુંકે મોત પછી મારા પિતાના ચહેરા ઉપર મુસ્કાન હતી. ભલે બોલિવૂડના લોકોએ આજે કાદર ખાનને ભૂલાવી દીધા હોય પરંતુ તેનું કામ તેમને હંમેશા જીવિત રાખશે. તેઆે પોતાના કામને કારણે લોકોના દિલમાં હંમેશા જીવતાં જ રહેશે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *