બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે 76મો જન્મદિવસ

October 11, 2018 at 11:18 am


ફબોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન એટલે કે બીગ બીનો જન્મદિન રેખાથી એક દિવસ પાછળ છે એટલે કે 11 આેકટોબરે છે. જન્મ 1942ના અલ્હાબાદમાં જન્મેલા બીગ બીએ શિક્ષણ તો ખૂબ સારું મેળવ્યું પણ તેમને પણ તેમની કારકિદ} દરમિયાન ખૂબ સ્ટ્રગલ કરવી પડી હતી. બીગ બીને તેનો પ્રથમ બ્રેક સાત હિન્દુસ્તાની ફિલ્મથી મળ્યો હતો. પરંતુ બીગ બીની પ્રથમ હિટ ફિલ્મ જંજીર હતી અને ત્યારબાદ બીગ બીએ ઘણી હિટ ફિલ્મો આપી. ગુડી, આનંદ અને જંજીર જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યા બાદ તેમણે જયાભાદુરી સાથે લગ્ન કરી લીધા હતા.

76 વર્ષની ઉમરે પણ યુવાનોને શરમાવે તેવું અદ્ભૂત વ્યિક્તત્વ અને સ્ફ્રંત} રાખતાં અમિતાભ બચ્ચન વર્ષોથી ચાહકોના ચહીતા બન્યા છે. વળી અવનવી ફિલ્મોમાં અલગ અલગ રોલ ભજવીને તેઆે હંમેશા મહેનત કરવા તત્પર રહે છે. સામાજિક મુવી હોય કે માત્ર એક વ્યિક્ત પર ફોકસ કરેલું હોય તમામમાં તેમનો દેખાવ ઉત્કૃષ્ટ રહે છે. ‘કભી ખુશી કભી ગમ’ જેવી પારિવારીક ફિલ્મોમાં તેઆેએ સારામાં સારું કામ કર્યુ છે તો ‘પા’ જેવી સોશ્યલ મેસેજ આપતી ફિલ્મોમાં તેમણે પોતાના અભિનયથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. ત્યારે ફરીએકવાર ‘કેબીસી-10’થી તેઆે પોતાના ચાહકોમાં વધુ એક છાપ પૂરી પાડી છે.

આજે તેમના જન્મદિવસે સમગ્ર દેશ તેમને અભિનંદન પાઠવી રહ્યું છે. આશા છે કે આગામી દિવસોમાં પણ તેઆે બોલિવુડમાં આવી જ રીતે પ્રેક્ષકોમાં ચહીતા બની રહે.

print

Comments

comments

VOTING POLL