બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના પિતાનું અવસાન

March 18, 2017 at 6:46 pm


બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના પિતાનું અવસાન થઈ ગયું છે. તેમના પિતાનું કૃષ્ણરાજ રાયની છેલ્લા એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓને છેલ્લે લગભગ એક સપ્તાહથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

ઐશ્વર્યા છેલ્લે 10 માર્ચની રાત્રે પણ લીલાવતી બહાર જોવા મળી હતી અને તેના ચહેરા પર ચિંતા હતી. આ સમયે તેની સાથે પતિ અભિષેક બચ્ચન પણ હતો. આ મુશ્કેલ ઘડીમાં તે સતત પત્નીની પડખે હતો. અમિતાભ બચ્ચન પણ વેવાઈની ખબર કાઢવા લીલાવતી હોસ્પિટલ ગયા હતાં. મેકઅપ આર્ટીસ્ટ મિકી કોન્ટ્રાક્ટર પણ હોસ્પિટલ બહાર જોવા મળ્યો હતો. એશ તેને ભેટી ત્યારે એક્ટ્રેસની આંખો ભીની થઈ ગઈ હતી.

print

Comments

comments

VOTING POLL