બોલીવડના કોમેડિયન એકટર અરશદે કરી ફિલ્મ મુન્નાભાઈ MBBSની જાહેરાત, આ વર્ષે શરૂ થશે ફિલ્મનું શુટિંગ

January 9, 2019 at 2:35 pm


બોલીવુડમાં અમુક ફિલ્મોની બોલબાલા હરહંમેશ રહેલી છે, ત્યારે બોલિવૂડની સૌથી વધારે પસંદ કરવામાં આવેલ ફિલ્મ સિરીઝમાંથી એક મુન્નાભાઈ સીરીઝની રાહ દર્શકો વિતેલા ઘણાં વર્ષોથી કરી રહ્યા છે. સંજય દત્ત અને અરશદ વારસી ફિલ્મ મુન્નાભાઈમાં લીડ રોલમાં જોવા મળશે.વિતેલા ઘણાં સમયથી આ સીરીઝની ત્રીજી ફિલ્મની ચર્ચા મીડિયામાં ચાલી રહી છે. કહેવાય છે કે, મુન્નાભાઈ 3નું શૂટિંગ 2 વર્ષ પહેલા જ શરૂ થવાનું હતું પરંતુ સંજય દત્ત જેલમાં જવાથી તે અટકી પડ્યું હતું. વિતેલા વર્ષે ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ કન્ફર્મ કર્યું હતું કે, તે આ ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે. પરંતુ તેમણે આ ફિલ્મ પર કામ કરવાની જગ્યાએ સંજય દત્તની બાયોપિક પર કામ કરવાનું શરૂ કરી દીધું. હવે આટલા વર્ષો બાદ ફાઈનલી અહેવાલ આવી રહ્યા છે કે મુન્નાભાઈ સીરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ટૂંકમાં જ શરૂ થશે.ફિલ્મના કોમેડિયન કલાકાર અરશદ વારસીના જણાવ્યા મુજબ, ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે, તેમજ રાજકુમાર હિરાની ફિલ્મનું શુટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ કરી દેશે, બસ ફાઈનલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે તેમજ ફિલ્મમાં સંજૂ અને અરશદ બે લીડમાં ફાઈનલ છે બાકીના રોલ હજુ ફાઈનલ કરાયા નથી, વળી એ પહેલા અરશદની ફિલ્મ ફ્રોડ સૈયા આવી રહી છે જે 18 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. તો ફિલ્મને બોક્સઓફિસ પર કેવો રિસ્પોન્સ મળશે તે 18 જાન્યુઆરીના રોજ જાણવા મળશે.

print

Comments

comments

VOTING POLL