બોલીવુડમાં ફરી જામશે લગ્નનો માહોલ, મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર કરશે લગ્ન

January 11, 2019 at 1:36 pm


બૉલીવુડની હૉટ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને હાઈ હિલ્સ ફેઈમ એક્ટર અર્જૂન કપૂર વચ્ચેના રિલેશન હવે ખુલીને સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે બન્ને હવે લગ્નગ્રંથીથી જોડાઇ શકે છે એટલે કે ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.હાલમાં કરણ જોહરે પણ પોતાના ચેટ શૉ ‘કૉફી વિથ કરણ’માં આ વાતની હિન્ટ આપી હતી, કે અર્જૂન કપૂર અને મલાઇકા એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને હવે ટુંકસમયમાં લગ્ન કરી શકે છે. આના પરથી સમાચાર પાક્કા છે કે આ કપલ માર્ચમાં લગ્નગ્રંથીથી જોડાઇ જશે. મલાઈકાના ડીવોસ થયા બાદ તેની લાઈફમાં અર્જૂનની એન્ટ્રી તો થઈ હતી પણ આ એન્ટ્રી લગ્ન સુધી પહોંચશે એ કોઈને અંદાજ ન હતો ત્યારે આજે આ ન્યૂઝ પાક્કા થઈ ગયા છે, મલાઇકાના નજીકના મિત્ર અને બૉલીવુડ અભિનેત્રીએ આ વાતને કન્ફોર્મ કરી હતી કે મલાઇકા અને અર્જૂન આ વર્ષે માર્ચમાં લગ્ન કરી રહ્યાં છે.જોકે આ લગ્ન સાદાઈથી ગોઠવાશે જેમાં નજીકના મિત્રો સામેલ થશે, બાદમાં રિસેપ્શન પાર્ટી ગ્રાન્ડ હશે, જેમાં સૌ બોલીવુડ સ્ટાર્સનો જમાવડો આનંદ માણતો નજરે પડશે.

print

Comments

comments

VOTING POLL