બ્રિટનના અર્થતંત્રમાં ૬ લાખ ગુજરાતીઓનો દમામ અને સિંહફાળો

June 23, 2016 at 9:31 pm


બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર જેફ વેઈન આજે ‘આજકાલ’ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં. ભારત અને બ્રિટન વચ્ચે વર્ષેાથી સ્થપાયેલા વ્યાપારિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીકલ સહયોગને અનુલક્ષીને જેફ વેઈન સૌરાષ્ટ્ર્રના અલગ અલગ વ્યાપાર ઉધોગ મથકોની મુલાકાતે ગયા હતાં અને સૌરાષ્ટ્ર્રના ઓટો સેકટરના એમણે વખાણ કર્યા હતા તેમજ રિલાયન્સ રિફાઈનરી સહિતના સૌરાષ્ટ્ર્રના વ્યાપાર ઉધોગ ક્ષેત્રના સાહસોથી તેઓ પ્રભાવિત થયા છે. ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી સાથે એમણે ભારત અને બ્રિટન વચ્ચેના આ ક્ષેત્રના સહકારની ચર્ચા કરી હતી.
એમની સાથે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના ટ્રેડ એડવાઈઝર મિલિન્દ ગોડબોલે અને પોલિટિકલ તેમજ ઈકોનોમિકના કોમ્યુનિકેશન એડવાઈઝર દિગતં સોમપુરા પણ મુલાકાતે આવ્યા હતાં. રાજકોટના બોલ બેરિંગ અને ઓઈલ એન્જિન તેમજ ઓટો ઉધોગથી લઈને સૌરાષ્ટ્ર્રના અનેક ઉધોગ સાહસિકોની એમણે ચર્ચા કરી હતી અને એમ કહ્યું હતું કે બ્રિટનના વિઝા હવે વધુ પ્રમાણમાં ભારતીયોને અને ખાસ કરીને ગુજરાતીઓને આપવામાં આવે છે.
આજે રાજકોટ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્ર્ર વેપાર ઉધોગ મંડળ ૨૦૧૬ ઈન્ટરનેશનલ ટ્રેડ શોમાં આ બધા મહાનુભાવો ખાસ હાજરી આપી રહ્યા છે અને એ પહેલા એમણે સૌરાષ્ટ્ર્રની ટુર કરીને વ્યાપાર ઉધોગ અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિની માહિતી મેળવી હતી.
એમણે કહ્યું હતું કે બ્રિટનમાં કુલ ૧૨ લાખ ભારતીયો છે અને તેમાંથી ૬ લાખ તો માત્ર ગુજરાતીઓ જ છે. વધુ કેટલાક ગુજરાતીઓ પણ ત્યાં સેટલ થઈ રહ્યા છે. સૌથી અગત્યની બાબત એ છે કે બ્રિટનની પરંપરા મુજબ શનિ–રવિની રજા રાખવામાં આવે છે પરંતુ ગુજરાતી બિઝનેસમેનો અને ધંધાર્થીઓ માટે શનિ–રવિ પણ કામકાજની છૂટ અપાઈ છે અને સવારે ૬ થી રાત્રીના ૧૦ સુધી વેપાર ધંધા કરવાની એમને છૂટ મળેલી જ છે માટે બ્રિટનના અર્થતંત્રમાં ૬ લાખ ગુજરાતીઓનો પ્રભાવ અને અર્થતંત્રમાં એમનું મહત્વનું યોગદાન રહ્યું છે.
જેફ વેઈન અને એમના સાથીઓએ એમ પણ કહ્યું હતું કે વધુ વિધાર્થીઓને વિઝા આપવાની બ્રિટિશ સરકારની તૈયારી જ છે અને હવે બ્રિટનના વિઝા મેળવવામાં કોઈ ઝાઝી તકલીફ પડતી નથી. કદાચ બ્રિટન આખા વિશ્ર્વમાં એક એવો દેશ છે જે વિઝા રદ કરવાનું કારણ પણ આપે છે. ગયા વર્ષે પણ ૩૦ હજારથી વધુ વિધાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતાં. એમણે કહ્યું કે મોટી સંખ્યામાં બ્રિટનના વિધાર્થીઓ પણ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવે છે અને અહીંના સાંસ્કૃતિક, શૈક્ષણિક, ઔધોગિક અને વ્યાપારિક ક્ષેત્રનો અભ્યાસ કરે છે. મેક ઈન ઈન્ડિયામાં પણ મોટાપાયે બ્રિટનની રોકાણ કરવાની ઈચ્છા છે. ખાસ કરીને એન્જિનિયરિંગ અને ઓટોમોટીવ ક્ષેત્રમાં બ્રિટનને ઉંડો રસ છે. બ્રિટન ભારતનું સૌથી મોટું ઈન્વેસ્ટર પહેલાથી જ રહ્યું છે છતાં હવે તેમાં વધારો થશે અને હવે સૌરાષ્ટ્ર્રના ઉધોગો પર ફોકસ કરીને બ્રિટનના ઉધોગ સાહસિકો નજર માંડશે.

print

Comments

comments

VOTING POLL