બ્રિટનનો સંસદસભ્ય ઘાયલ કોન્સ્ટેબલને બચાવવા રોડ પર બેસી જાય, આપણા સાંસદો ફલાઈટો મોડી કરાવે…!

April 10, 2017 at 8:18 pm


સંસદસભ્યો, ધારાસભ્યો કે મંત્રીઓ જનતાની સેવા કરવા માટે ચૂંટણીમાં ઉભા રહીને જીતવા માટે દરેક કાવાદાવા કરે છે. આ વાત આમ તો નવી નથી છતાં અત્યારે રિપીટ કરવી પડે એમ છે કારણકે સબ્જેકટ સાથે તે ખુબ બંધબેસતી છે. જયારે પણ દેશમાં કોઈ મોટો ગણાતો (રિયાલીટીમાં જે ન હોય તે) માણસ બેહદુ વર્તન કરે કે બાળક જેવી હરકતો કરે અથવા તો કોઈ ટપોરી જેવા નખરા કરે ત્યારે દેશના સામાન્યજનથી લઈને વીઆઈપી સુધી બધાના મોઢા પર આ ટોપીક આવી જાય છે અને બધા પોત પોતાના દિમાગ મુજબ રિવ્યુ કરે છે, રોષ કાઢે છે અને પોતાના નિખાલસ અભિપ્રાયો આપે છે અને કોમનમેનના મુખમાંથી આવા સબ્જેકટ પર તેની સ્પીચ સાંભળવાનો એક લ્હાવો હોય છે. કોમનમેનના મુખમાંથી આજકાલ એવો પ્રશ્ર્ન સાંભળવા મળી રહ્યો છે કે આ સંસદસભ્ય, ધારાસભ્યો અને મંત્રીઓ જલસા કરવા માટે, પ્લેનમાં ફરવા માટે, એસી કાર અને ચેમ્બરોમાં બેસવા માટે આબ અને દમામ પાથરવા માટે રાજકારણમાં આવે છે કે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવે છે ? પોતાના શરીર કરતાં દસ ગણું વધારે ઘમંડ ઓઢીને ફરનારા આવા તુંડમિજાજી અને બેહદા સંસદસભ્યો અને ધારાસભ્યોની ફરિયાદો વારંવાર મિડિયામાં ચમકતી રહે છે અને આ દેશની જનતામાં તેમના પ્રત્યે નફરતના બીજ વધુને વધુ રોપાઈ રહ્યા છે. શિવસેનાના સંસદસભ્ય રવિન્દ્ર ગાયકવાડે ગત તા.23મી માર્ચે એર ઈન્ડિયાની ફલાઈટમાં 60 વર્ષના એક વૃધ્ધ એર ઈન્ડિયાના કર્મચારીને માર માર્યો અને પછી બધી જ શરમ અને વિવેક તેમજ મયર્દિા નેવે મુકીને મિડિયા સમક્ષ એવી કબુલાત કરી હતી કે હા મેં તે માણસને 25 ચપ્પલ માયર્િ છે. આ માણસના આ શબ્દો ખરેખર આપણા લોકશાહીવાદી દેશમાં આઘાતજનક છે. નાના બાળકો અને કિશોરોને આવા લોકો શું મેસેજ આપવા માગે છે ? તેવો ગંભીર પ્રશ્ર્ન પણ ઉભો થાય છે.

રવિન્દ્ર ગાયકવાડનું પ્રકરણ હજુ તો ચાલતું હતું ત્યાં પશ્ર્ચિમબંગાળના તૃણમુલ કોંગ્રેસના સંસદસભ્ય ડોલાસેન દ્વારા પણ ફરી આવા જ ખેલ તમાશા કરવામાં આવ્યા અને ફલાઈટને 40 મિનિટ સુધી ડીલે કરવાની ફરજ પાડી. ડોલાસેન પોતાના મધરને વ્હીલચેર પર બેસાડીને પ્લેનમાં બોર્ડિંગ કયર્િ બાદ એમને સીટ પરથી ઉઠાવીને બિઝનેસ કલાસમાં મોકલી દેવાની વાત થઈ ત્યારે તેઓ ઉકળી ઉઠયા હતાં અને આ તમાશો 40 મિનિટ સુધી ચાલતો રહ્યો. ઉપરવાળાનો ઉપકાર એ હતો કે આ ફલાઈટમાં કોઈ દર્દીને ઈમરજન્સી સારવાર માટે લઈ જવાના નહોતા નહીંતર અનર્થ થઈ જાત અને તે ઈસ્યુ ખરેખર રાષ્ટ્રવ્યાપી બની જાત.

એરઈન્ડિયાના કડક અને આક્રમક મેનેજર લોહાણીએ રવિન્દ્ર ગાયકવાડનું જ પાણી ઉતાર્યુ છે એવું નથી બલ્કે ભૂતકાળમાં પણ એમણે બીજા કેટલાક આવા તોફાની સંસદસભ્યોનો નશો ઉતારેલો છે. ઘણા સમય પહેલા વાઈએસઆર કોંગ્રેસના એક સંસદસભ્યએ એરઈન્ડિયાના મેનેજરને લાફો મારી દીધો હતો ત્યારે લોહાણીએ આ સંસદસભ્યની ખો ભુલાવી દીધી હતી. દરેક મુદાને ઉંડી સુઝ સમજથી મુલવીને કેટલાક બુધ્ધિજીવી લોકો એવા પ્રશ્ર્નો પણ ઉપસ્થિત કરી રહ્યા છે કે નોટબંધી વખતે નાનામાં નાના માણસ, મજુર કે કામદારને જયારે પોતાનું રસોડું ચલાવવા માટે લાઈનમાં લાગવું પડયું હતું અને એવા સમયે તેને પૈસા મળ્યા નહોતાં તો આવા ગરીબોએ શું બેન્કના કર્મચારીઓ પર હાથ ઉપાડયા હતાં? સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોનું કેરોસીન ખાઈ જનારા હરામખોરો અને તેને બ્લેક માર્કેટમાં વેચી દેનારા ગદારોની સામે લાંબી લાઈનમાં ઉભેલા ગરીબોએ કયારેય ચપ્પલ ઉગામ્યું છે ખં ? જો આવા જેન્યુઈન પ્રશ્ર્નો વખતે પણ આપણી જનતાં ઉચ્ચ સંસ્કાર અને ખાનદાનીનું પ્રદર્શન કરતી હોય તો હાઈપોસ્ટ પર પહોંચેલા આવા ડફોળ લોકો શું કામ મયર્દિા જાળવી શકતા નથી અને શા માટે શિસ્તમાં રહેતાં નથી ? આજે લોકોને જાત જાતના અન્યાયનો સામનો કરવો પડે છે, સરકારી તંત્ર તરફથી થતી પજવણીને પણ ભોગવવી પડે છે ત્યારે જનતા પોતાનું ચપ્પલ કાઢીને કોઈને મારતી નથી અને જનતાને જયારે સાચી તકલીફ પડતી હોય છે ત્યારે આ ભડના દીકરા કોઈ પડખે ચડતા નથી. સૌથી મોટો પ્રશ્ર્ન એ પણ છે કે શું એમને પોતાની પર્સનલ ઈમેજ ડેવલપ કરવા માટે અને સીન નાખવા માટે સંસદમાં કે ધારાસભામાં મોકલવામાં આવે છે ? નોડાઉટ આ લોકોને કેટલાક વિશેષાધીકાર મળ્યા છે પરંતુ એ અધિકારોની લક્ષ્મણરેખાને એ લોકો વારંવાર ઓળંગી જાય છે ત્યારે ખરેખર આખા દેશનું માથું શરમથી ઝુકી જાય છે. બ્રિટનની સંસદ પર જયારે હમલો થયો અને એક પોલીસમેનને જયારે છરો લાગી ગયો ત્યારે બ્રિટીશ સંસદનો સભ્ય પોતાની કાર લઈને પોતાનો જાન બચાવીને ભાગી જવાને બદલે એ કોન્સ્ટેબલને રોડ પર પાસે બેસીને પૃચ્છા કરતો હતો અને તેને સારવાર માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કયર્િ બાદ જ આ સંસદસભ્ય પોતાના ઘરે ગયો હતો. શું ભારતના સંસદસભ્યો પાસેથી કે ધારાસભ્યો પાસેથી આ પ્રકારના કેરેકટરની અપેક્ષા રાખી શકાય એમ છે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિધ્ધાંતનિષ્ઠ રાજકારણી મનાય છે. એમણે હવે આ લોકોને કાબુમાં રાખવા માટે કોઈ અસરકારક તરકીબ શોધવી પડશે. નહીંતર મોદીનું વહાણ દુશ્મનો ડુબાડે તે પહેલા ખુદ એમના બગલબચ્ચા જ એમને નડી જશે તેવું રાજકીય અનુમાન જો કોઈ કરે તો તે નિરાધાર ગણી શકાશે નહીં. વડાપ્રધાને હવે આવા ખેલતમાશા સદંતર બંધ કરાવવા માટે આગળ આવવું જોઈએ. મોદી સરકારની પ્રતિષ્ઠા બગડે નહીં તે માટે વડાપ્રધાને પોતાના તમામ સાંસદોને શિસ્તના પાઠ ભણાવવા પડશે અને શિવસેનાએ ખાસ અલગથી આવા કલાસ શ કરવા પડશે. ઉધ્ધવ ઠાકરે ખુબ ઘસાયેલા અને કસાયેલા નેતા છે. તેઓ આ વાતની વ્યવહારિકતાને ખુબ બારીકાઈથી સમજી શકે એટલા મેચ્યોર છે. આપણે આશા રાખીએ કે આવા પ્રકરણો વારંવાર ભારતનું માથું નમાવશે નહીં.

print

Comments

comments

VOTING POLL