બ્રિટનમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ

June 1, 2018 at 11:17 am


બ્રિટનમાં છેલ્લા પાંચ દિવસથી વાવાઝોડુ ત્રાટકેલુ છે અને આ વાવાઝોડાની અસરથી આજે રાત્રે નવ વાગ્યા સુધીમાં મહિનાનો સૌથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, આજે પ્રતિ કલાકે બે ઇંચ વરસાદ પડી શકે છે. શનિવાર રાત્રે નવ વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. આ માટે શનિવાર સુધી યલો વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
હાલમાં પૂરને કારણે બ્રિટનનાં તમામ મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંની પરિસ્થિતિની વાત કરીએ તો ગત 24 કલાકમાં શહેરમાં 70,000થી વધુ વીજળીનાં કડાકા નોંધાયા છે. હાલમાં મૂશળધાર વરસાદ આવવાની આગાહીને પગલે અડધા ઇંગ્લેન્ડઅને વેલ્સમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ છે.
સાઉથ ઇસ્ટ સહિત બ્રિટનમાં આજે 12થી વધુ ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સતત થતા વીજળીનાં કડાડા અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘર અને બિઝનેસ હાઉસને નુક્શાન થવાની ચેતવણી આપવામાં આવી છે.
આજે ગુરૂવારે મહિનાનો સૌથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં ત્રણ દિવસથી ત્રાટકેલાં વાવાઝોડાંની અસર આજે સૌથી વધારે જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અહીં પ્રતિ કલાકે બે ઇંચ વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શનિવારે રાત્રે 9 વાગ્યા સુધી અહીં વેધર વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL