બ્લેકમેઇલીગ કરવા જતાં હત્યા થઇ ગઇ

April 26, 2017 at 3:05 pm


બોટાદના સહકારનગર પુલ પાસે ખારામાં નિવૃત્ત રેલ કર્મચારીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના બનાવમાં બોટાદ એલસીબીએ એક યુવતિને ઝડપી લીધી છે જ્યારે વધુ ત્રણ શખ્સોના નામ પુછપરછ દરમ્યાન બહાર આવ્યા છે. નિવૃત્ત રેલ કર્મીની હત્યા યુવતિ દ્વારા બ્લેકમેઇલીગ કરી પૈસા પડાવવાના ઇરાદે કરાઇ હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે.

આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર બોટાદના રાધાકૃષ્ણનગરમાં રહેતા નિવૃત્ત રેલ્વે કર્મચારી વિક્રમસિંહ હરિસિંહ કાઠીયા (ઉ.વ.61)નો ગત 22મીના રોજ બોટાદના સહકારનગર પુલ પાસે ખારામાં હત્યા કરાયેલો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. બોટાદ પોલીસે હત્યાના આ બનાવ અંગે મૃતકના પત્ની પ્રવિણાબેન કાઠીયાની ફરિયાદ લઇ અજાÎયા ઇસમો સામે હત્યાનો ગુનો નાેંધી હત્યારાને ઝડપી લેવા તેમજ હત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
સમગ્ર બોટાદમાં ચકચાર મચાવનાર નિવૃત્ત રેલ કર્મચારીની હોવાનો બનાવ અનડીટેક્ટ રહેતા જિલ્લા પોલીસ વડા સરોજકુમારીએ એલસીબીને હત્યાનો ભેદ ઉકેલવા સુચના આપી હતી. બોટાદ એલસીબીના પીઆઇ એચ.કે. ભુવા તથા પીએસઆઇ વી.ડી. ઘોરડા અને સ્ટાફે તપાસ કરતા મૃતક વિક્રમસિંહની મોટરસાયકલ પાંચપડા વિસ્તારમાંથી મળી આવતા બાતમીદારોને કામે લગાડતા હત્યાના બનાવમાં યુવતિની સંડોવણી બહાર આવી હતી. એલસીબી સ્ટાફે પાંચપડા વિસ્તારમાં રહેતી બાવાજી યુવતિ કવિતા ઉર્ફે નીરૂ પંકજભાઇ મગનરામ રામાનુજને પુછપરછ અથર્ે ઉઠાવી લઇ આગવી ઢબે પુછપરછ કરતા હત્યાની કબુલાત આપી હતી.
કવિતા ઉર્ફે નીરૂએ હત્યાની સનસનીખેજ કબુલાત કરતા જણાવ્યું હતું કે, તેના ત્રણ સાગરીતોના કહેવાથી મેં ફોન કરી મળવા બોલાવી બાદમાં બિભત્સ માંગણી કરી તેમ કહી બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી પૈસાની માંગણી કરવામાં આવી હતી. પૈસાની માંગણી કરી ત્રણ શખ્સોએ ધમકાવતા આ દરમ્યાન ઝપાઝપી થતાં વિક્રમસિંહ કાઠીયાનું માથુ દિવાલ સાથે અથડાવતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે તેનું મોત નિપજતા તમામ લોકો નાસી છુટéાનું જણાવ્યું હતું.
એલસીબી સ્ટાફે કવિતા ઉર્ફે નીરૂ રામાનુજની વિક્રમસિંહની હત્યાના ગુનામાં ધરપકડ કરી બોટાદ પોલીસને સાેંપી દીધી છે. બોટાદ પીઆઇ કવિતા ઉર્ફે નીરૂના ત્રણ સાગરીતોને ઝડપી લેવા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL