બ્લેકમેઈલ કરીને મિત્રની પત્ની પર દુષ્કર્મ ગુજારનારની ધરપકડ

February 2, 2018 at 12:07 pm


રાજકોટ શહેરના કોઠારીયા રોડ પાસે મિત્રતાના પવિત્ર સંબંધને શરમાવતી ચાેંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં બ્લેકમેઈલ કરી મિત્રની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુનો નાેંધાતા પોલીસે લંપટ શખસની ધરપકડ કરી હતી. પરિણીતાને બજરનું વ્યસન હોવાથી પતિ સાથે ઝઘડો થતાં બન્નેનું સમાધાન કરવાના બહાને સંપર્કમાં આવેલા શખસે પરિણીતાના નગ્ન ફોટા પાડી તેના ઈન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાયુંર્ હતું. મહિલા ગર્ભવતી બન્યા બાદ પુત્રને જન્મ આપતા છેવટે પતિના સહકારથી મામલો પોલીસમાં પહાેંચ્યો હતો.

પોલીસ સુત્રોએ જણાવ્યું કે, કોઠારીયા મેઈન રોડ પાસે હુડકો કવાર્ટરમાં રહેતી પરિણીતાને બજરનું વ્યસન હોવાથી બે વર્ષ પહેલા તેના પતિ સાથે ઝઘડો થયો હતો. જયારે બન્ને વચ્ચે સમાધાન કરવા હરી ધવા રોડ પાસે બાબરીયા કોલોની પાછળ મોરારીનગર શેરી નં.4માં રહેતો દીપક ડાયા બુસા આવ્યો હતો. મોબાઈલ નંબર આપીને તેણે પરિણીતાને કહ્યું હતું કે, ઝઘડો થાય તો મને ફોન કરજે. મહિના બાદ ઝઘડો થતાં તે પરિણીતાના ઘેર પહાેંચ્યો હતો અને એકલતાનો લાભ લઈ મહિલાને બિભત્સ અડપલા કરી રાડ પાડીશ તો તારા દિકરાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પરિણીતાને નિર્વસ્ત્ર કરી મોબાઈલમાં તેના ફોટા પાડયા હતા. આ ફોટા તારા પતિને બતાવી દઈશ તેવી ધમકી આપી અવારનવાર તેણે પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. 6 થી 7 વખત તેણે ઈન્ટરનેટ પર ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. છેલ્લે તા.23/2/17ના રોજ દુષ્કર્મ ગુજાયુંર્ ત્યારે પરિણીતા પોતે ગર્ભવતી હોવાનું જણાવતા દીપક બુસા ઘરે આવતો બંધ થઈ ગયો હતો. તા.3/11/17ના રોજ પરિણીતાએ પુત્રને જન્મ આપતા આ બાળક પતિનું છે કે દીપકનું ં તે બાબતે શંકા હોવાથી તે ગુમસુમ રહેવા લાગી હતી. છેવટે પતિએ તેના મનની વાત જાણી હિંમત આપતા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલા પોલીસમાં ગુનો નાેંધાતા પીઆઈ પી.બી.સાપરા, પીએસઆઈ આઈ.એમ.ઝાલા દ્વારા તપાસ હાથ ધરી દીપક બુસાની ધરપકડ કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL