ભકિતનગરની એચડીએફસી બેન્કમાં રૂા.૪૫ હજારની નકલી નોટો ભરણામાં ઘુસી ગઈ

August 12, 2017 at 1:29 pm


ભકિતનગર સર્કલમાં આવેલી એચડીએફસી બેન્કમાં છેલ્લા ચાર માસ દરમિયાન થયેલા ભરણામાં રૂા.૪૫૦૦૦ની નકલી નોટો ઘુસી ગઈ હોવાનું બહાર આવતા પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ બાબતે બેન્કના કર્મચારી હિતેશ ચંદ્રશંકર જોશીએ ભકિતનગર પોલીસમાં મોડી રાત્રે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એચડીએફસી બેન્કમાં મે, જુન અને જુલાઈ માસ દરમિયાન અજાણ્યા ગ્રાહકોએ ભરણામાં નાખેલી રૂા.૨૦૦૦ની નવ, ૫૦૦ની ત્રણ, રૂા.૧૦૦ની ૨૩૪, રૂા.૫૦ની ૪૭, રૂા.૨૦ની આઠ અને રૂા.૧૦ની એક નોટ મળી કુલ રૂા.૪૫૪૨૦ની નોટો નકલી હોવાનું ખુલ્યું હતું. ફરિયાદ નોંધાવતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL