ભગવતીપરામાંથી લાપતા ધો.12નો વિદ્યાર્થી રાજસ્થાનના અલવરથી મળી આવ્યો
શહેરના ભગવતીપરામાં આવેલા મહાકાળી નગરમાં રહેતો અને માસૂમ વિદ્યાલયમાં ધો.12માં અભ્યાસ કરતો તરૂણ બે દિવસ પહેલા સાઈકલ લઈ સ્કૂલે જવા નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં લાપતા થતાં તેના પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નાેંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન લાપતા તરૂણ રાજસ્થાનના અલવર ખાતે તેના માસીના ઘરે પહાેંચી ગયાની જાણ થતાં પોલીસ અને પરિવારજનો તેને લેવા પહાેંચી જઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
સગીર ગુમ થવાની ગંભીર ઘટનામાં બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા અને રાઇટર કેતનભાઇએ તાકીદે તપાસ શરુ કરી હતી. દરમિયાન પ્રણવ રાજસ્થાનના અલવર ખાતે રહેતાં માસી-માસાને ફોન કરી તેની પાસે પહાેંચી ગયાની જાણ થતાં રાજકોટથી પરિવારજનો તેને લેવા માટે રવાના થયા છે. પ્રણવે પોતે ટ્રેનમાં હોવાનું અને જયપુર પહાેંચ્યાનું માસીને સાથે મુસાફરી કરતાં એક વ્યકિતના ફોનમાંથી ફોન કરીને કહેતાં માસી-માસાએ એ મુસાફરને પ્રણવ અલવર પહાેંચે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું અને બાદમાં સ્ટેશને પહાેંચી પ્રણવ અલવર પહાેંચતા જ તેને પોતાના ઘરે લઇ જઇ રાજકોટ જાણ કરી હતી. શાળામાંથી પ્રણવની અનિયમીતતાનો ફોન તેના માતાને કરવામાં આવ્યો હોઇ ઠપકો મળશે એ ભયથી ભાગી ગયો હોય તેવી શંકા દશાર્વાઈ છે.